19 વર્ષની છોકરી 6 કલાકમાં કમાઈ 8 કરોડ રૂપિયા, જાણો કંઈ રીતે

19 વર્ષની એક છોકરીએ દાવો કર્યો છે કે, તે 2021માં માત્ર 6 કલાકમાં8 કરોડ રૂપિયાની કમાણી કરવામં સફળ રહી હતી. આ છોકરીનું નામ ડેનિયલ બ્રેગોલી છે. બ્રેગોલી પ્રોફેશનથી રેપર અને મોડલ છે. તેનું કહેવું છે કે તેણે કરોડોની સંપત્તિ બનાવી લીધી છે. બ્રેગોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એકમાત્ર ઈન્સ્ટાગ્રામ પર તેના 16.2 મિલિયન ફોલોઅર્સ છે. તેની સંપત્તિ અને કમાણી અંગે સાંભળીને તમે હેરાન રહી જશો.

અમેરિકાની રહેનારી બ્રેગોલીનું કહેવું છે કે તે પોસ્ટ શેર કરવા સિવાય લોકોની સાથે પ્રાઈવેટ સેશનના પૈસા વસૂલે છે. હાલમાં જ તે એક ટોક શોમાં આવી હતી. તેણે પોતાના ફેન્સ અંગે કહ્યું હતું કે, મને લાગે છે કે તેઓ 20 થી 40 વર્ષના પરણિત શ્વેત પુરુષો છે. જેમની છોકરીઓ મારી ઉંમરની હશે. બ્રેગોલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી પણ સારું એવું કમાઈ લે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Bhabie (@bhadbhabie)

બ્રેગોલી મુખ્યત્વે ઓન્લીફેન્સ વેબસાઈટ દ્વારા કમાણી કરે છે. તેના ફોટો-વીડિયોઝ જોવા માટે લોકો ડોલરમાં તેને પૈસા આપે છે. ડાયરેક્ટ મેસેજ દ્વારા વાત કરવા માટે અલગથી પૈસા આપવા પડે છે. સાથે જ ફેન્સ તેનું મહિનાનું સબસ્ક્રીપ્શન પણ ખરીદી શકે છે. ઓન્લીફેન્સના એક પ્રવક્તાએ વેરાયટી.કોમ સાથેની વાતમાં પુષ્ટી કરી હતી કે બ્રેગોલીએ 6 કલાકમાં 8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બ્રેગોલીએ આ કમાણી 2021માં કરી હતી.

પોતાને ફેશન આઈકોન માનનારી બ્રેગોલીનું કહેવું છે કે કોઈએ તેનું ગ્રુમિંગ કર્યું નથી. તે પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય પોતાને આપે છે. તેનું કહેવું છે કે તે ઘણી નાની હતી ત્યારથી પોતાના બધા નિર્ણયો જાતે લે છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની કમાણીની રસીદ પણ શેર કરી દીધી હતી. તેનું કહેવું છે કે તેણે એક વર્ષની અંદર જ 52 મિલિયન ડોલરથી વધારાની કમાણી કરી લીધી છે.

ડેનિયલ બ્રેગોલીનું કહેવું છે કે તેની કમાણીથી કેટલાંક લોકોને મુશ્કેલી છે કે તે આટલી નાની ઉંમરમાં આટલા બધા પૈસા કંઈ રીતે કમાઈ લે છે. આ અંગે તેણે કહ્યું હતું કે તે આવા લોકોની આલોચના કરે છે, જે આટલા પૈસા નથી કમાઈ શકતા. બ્રેગોલીએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલા ફોટા અને વીડિયોને લાખોમાં લાઈક્સ પણ મળે છે.   

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.