આ યુવતી સાથે બસમાં ઘટી એવી ઘટના, પછી બદલાઈ ગયું જીવન, બની ગઈ IPS

માણસ પોતાના જીવનમાં બનેલી દરેક ઘટના પરથી ઘણુ બધુ શીખે છે અને ઘણીવાર જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બની જાય છે, જે માણસની વિચારસરણી અને વિચારોને બદલી નાંખે છે. આવુ જ કંઈક થયુ IPS શાલિની અગ્નિહોત્રીની સાથે. તો ચાલો જાણીએ કે કઈ એક બસ કન્ડક્ટરની દીકરી બની ગઈ IPS. શાલિનીએ ક્યારેય પણ IPS બનવા અંગે વિચાર્યું નહોતું, પરંતુ જીવનમાં બનેલી એક ઘટનાએ તેને IPS બનવાનો રસ્તો બતાવ્યો.

એક ઈન્ટરવ્યૂમાં શાલિનીએ જણાવ્યું હતું, એકવાર તે અને તેની માતા એ જ બસમાં પ્રવાસ કરી રહ્યા હતા, જેમાં તેના પિતા કન્ડક્ટર હતા. તેણે જણાવ્યું, જ્યાં મારી મમ્મી બેઠી હતી, તેની સીટની પાછળ એક વ્યક્તિ સીટ પકડીને ઊભો હતો. ત્યારબાદ મમ્મીએ તેને કહ્યું કે, હાથ અહીંથી હટાવી લો, પરંતુ તે વ્યક્તિએ એવુ ના કર્યું, તે વ્યક્તિએ ગેરવર્તણૂંક કરતા કહ્યું, શું તમે ડીસી (કલેક્ટર) છો કે હું તમારી વાત માની લઉં.

હું તમે સમયે નાની બાળકી હતી. તે સમયે મેં વિચાર્યું કે આખરે આ ડીસી કોણ હોય છે, જેની વાત સૌ માને છે. શાલિનીએ જણાવ્યું કે, જ્યારે હું 10માં ધોરણમાં આવી તો તેના વિશે થોડી માહિતી મળી. ત્યારબાદ મેં વિચારી લીધુ કે હું પોલીસ ઓફિસર જ બનીશે. શાલિની નાનપણથી હોંશિયાર હતી. તેના માતાએ જણાવ્યું હતું કે, તે છોકરાઓની સાથે લખોટી રમતી હતી. જ્યારે હું કહેતી કે છોકરીઓ લખોટી ના રમે તો તે મને કહેતી, ના મમ્મી છોકરીઓ લખોટી પણ રમી શકે.

શાલિની હિમાચલના ઉનાના ઠઠ્ઠલ ગામની વતની છે, નાનકડા ગામમાં દીકરી મોટી થતા જ માતા-પિતાને તેના લગ્નની ચિંતા થવા માંડે. પરંતુ શાલિનીના માતા-પિતાએ તેને હંમેશાં આગળ વધવા માટે પ્રેરિત કરી. શાલિનીએ જણાવ્યું, ભલે પિતા બસ કંડક્ટરના પદ પર હતા, પરંતુ મારા ભણતરમાં કોઈપણ પ્રકારની કચાશ નહોતી રાખી. શાલિનીએ માત્ર 18 મહિનાની તૈયારી બાદ 2011માં UPSCની પરીક્ષા આપી. IPSની ટ્રેનિંગ દરમિયાન શાલિનીને 65મી બેચમાં પહેલું સ્થાન મળ્યું હતું. તેની પહેલી પોસ્ટિંગ કુલ્લૂમાં થઈ હતી.

શાલિનીએ ધર્મશાલાની DAV સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હિમાચલ પ્રદેશની એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન જ તેણે UPSCની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી, 2011માં તેણે પરીક્ષા આપી જેમાં ઓલ ઈન્ડિયા લેવલ પર તેણે 285મો રેન્ક હાંસલ કર્યો. ત્યારબાદ ડિસેમ્બર 2012માં હૈદરાબાદમાં ટ્રેનિંગ જોઈન કરી હતી. હાલ શાલિની કુલ્લૂ જિલ્લામાં એસપીના પદ પર સેવા આપી રહી છે. જણાવી દઈએ કે, સૌથી પહેલા સિમલામાં સહાયક પોલીસ અધિક્ષકના પદ પર તેને પહેલું પોસ્ટિંગ મળ્યું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.