બાળકોનું અપહરણ કરીને વેચી દેતી ગેંગનો પર્દાફાશ, 2થી5 લાખમાં વેચતા, ધોળા હોય તો..

ઉત્તર પ્રદેશમાં, વારાણસી પોલીસે બાળકોનું અપહરણ કરતી એક ગેંગની ધરપકડ કરી છે. તાજેતરમાં વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળક ચોરાયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ કેસમાં ભેલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRરમાં કાર્યવાહી કરતી વખતે એક આરોપીની ધરપકડ કર્યા પછી, ઘણી પોલીસ ટીમોએ રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાંથી 3 મહિલા સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. ગેંગના સભ્યો વારાણસીમાં ગુનાને અંજામ આપતા હતા અને બાળકોને શહેરની બહાર લઈ જતા હતા અને 2 થી 5 લાખ રૂપિયામાં વેચી દેતા હતા. ગોરા બાળકો હોય તો તેને વધારે કિંમતે વેચવામાં આવતા હતા. પોલીસે ગેંગને પકડીને 3 બાળકોને મૂક્ત કરાવ્યા છે.
વારાણસીના એડિશનલ સીપી સંતોષ કુમાર સિંહે આ બાબતે ખુલાસો કરતા જણાવ્યું કે, 14 મેના રોજ કેટલાક લોકોએ ભેલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આચાર્ય રામચંદ્ર શુક્લા ચાર રસ્તા પર સૂઈ રહેલા દંપતીના 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના ચોકડી પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભેલુપુર પોલીસે દંપતીની FIRની તપાસ કરી તો CCTV ફૂટેજમાંથી સત્ય બહાર આવ્યું. જે બાદ પોલીસ એક્શનમાં આવી અને પ્રથમ ધરપકડ બાદ અલગ-અલગ જગ્યાએથી દસથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બાળકોની ચોરીને ગંભીરતાથી લઇને મુંથા પોલીસ કમિશ્નર અશોક જૈનની સુચના પર લંકા, ભેલુપુર, કેંટ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાળક ચોરોને પકડવાનું અભિયાન હાથ ધર્યુ અને સર્વેલન્સના માધ્મથી લોકેશન ટ્રેસ કરીને સંતોષ કુમાર ગુપ્તાની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.
બાદમાં, સંતોષના કહેવા પર, ઝારખંડ અને રાજસ્થાનના ગેંગના અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને બે બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. આ ક્રમમાં રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી ભંવરલાલની ધરપકડ કરવામાં આવી છે, જે અન્ય એક ટોળકી સાથે સંકળાયેલો છે અને તેની પાસેથી એક બાળક રિકવર કરવામાં આવ્યું છે.
બાળક ચોરીનો કેસ નોંધાયા બાદ તપાસ અધિકારી ઈન્સ્પેક્ટર આનંદ ચૌરસિયાએ તેની તપાસ શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે પહેલા કારને ટ્રેસ કરી, ત્યારપછી જેમ જ પહેલી ધરપકડ થઈ કે તરત જ રહસ્યો ખુલવા લાગ્યા. અલગ-અલગ ટીમોએ અન્ય રાજ્યોમાંથી 10 જેટલા લોકોની ધરપકડ કરી હતી. ટીમે 3 બાળકોને પણ તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ઇન્સ્પેકટર આનંદે કહ્યું કે આ લોકો બાળકોની ચોરી કરે છે અને નિઃસંતાન લોકોને વેચે છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં તેમના દ્વારા 7 બાળકોનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાં બે પ્રયાગરાજના, બે મિર્ઝાપુરના અને ત્રણ વારાણસી જિલ્લાના હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં સંતોષ અને વિનય મિશ્રા શિવદાસપુર, માંડુવાડીહના છે, જેઓ વાહનોમાંથી બાળકોને ઉપાડતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સંતોષની સંબંધી શિખા મોડનવાલ આ આખી ગેંગની અસલી માસ્ટર માઇન્ડ છે. બાળક કોને વેચવું, કેટલા પૈસા લેવા, આ બધી બાબતો તેણી નક્કી કરતી હતી. શિખાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. બિહારથી મનિષ રાણા અને રાજસ્થાનથી મનીષ જૈનની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp