બ્રિટનની એક મહિલાની કમાણી સુંદર પિચાઇ કરતા પણ વધારે છે, રમતા રમતા અબજો રળી લીધા

PC: twitter.com

બ્રિટનની એક મહિલાએ નાનકડા કામથી શરૂઆત કરી હતી આજે બ્રિટનની ટોપ ધનવાન મહિલાઓમાં સામેલ છે. વર્ષ 2023માં આ મહિલાએ જે સેલરી પેકેજ મેળવ્યું છે તે ગૂગલના CEO સુંદર પિચાઇ, બ્રિટનના પ્રધાનમંત્રી રૂષી સૂનક કરતા પણ વધારે છે.

આ મહિલાનું નામ છે ડેનિઝ કોટ્સ. ડેનિઝે રમતા રમતા કરોડા રૂપિયાની કમાણી કરી લીધી છે. તેણે Bet365 નામથી બેટિંગ એપ શરૂ કરી હતી. વર્ષ 2023માં ડેનિઝને સેલરી પેકેજ પેટે 2324 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે ગૂગલના CEO સુંદર પિચાઇનું સેલરી પેકેજ 1876 કરોડ રૂપિયા છે, બ્રિટનના પ્રધાનમંત્રી રૂષિ સૂનકને 2.09 કરોડ મળે છે. એમેઝોનના એંડી જોન્સને 10.77 કરોડ રૂપિયા મળે છે. ડેનિઝના પ્લેટફોર્મ પર દુનિયાભરના 9 કરોડ લોકો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp