મોટી ઉંમરે લગ્ન કરવા પર મહિલાઓને થઈ શકે છે આ પ્રોબ્લેમ્સ

PC: indiatimes.com

સમયની સાથોસાથ એવી ઘણી બધી બાબતો છે જે હવે બદલાવા માંડી છે. ભારતમાં જો છોકરીઓના લગ્નની વાત કરીએ તો પહેલાના સમયમાં ખૂબ જ નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરાવી દેવામાં આવતા હતા, પરંતુ હવે એવુ નથી. આજકાલના સમયમાં અભ્યાસ, નોકરી અને કરિયર બનાવવાને પગલે છોકરીઓ પણ મોટી ઉંમરે લગ્ન કરવાનું પસંદ કરે છે. વધુ ઉંમરે લગ્નના કારણે ઘણીવાર મહિલાઓએ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે અહીં આવા જ કેટલાક સંભવિત પ્રોબ્લેમ્સ વિશે વાત કરવામાં આવી છે.

પાર્ટનર સાથે એડજસ્ટ કરવું બની જાય છે મુશ્કેલ

મહિલાઓના નાની ઉંમરના લગ્ન કરાવવાનો એક ફાયદો એ છે કે, જ્યારે તે નાની હોય છે તો પાર્ટનર સાથે તાલમેળ બેસાડવો સરળ બની જાય છે. પરંતુ, જ્યારે તમે લાંબા સમય સુધી સિંગલ અને ઈન્ડિપેન્ડન્ટ રહો છો. પછી મોટી ઉંમરે લગ્ન કર્યા બાદ પતિની પસંદ-નાપસંદ અને જરૂરિયાતો સાથે તાલમેળ બેસાડવો થોડો મુશ્કેલ બની જાય છે. આવુ ના કરી શકવાને કારણે રિલેશનશિપમાં તણાવ ઊભો થાય છે.

નવી વસ્તુઓ એક્સપ્લોર કરવાનું મન નથી રહેતું

નાની ઉંમરમાં છોકરીઓના ઘણા પ્રકારના શોખ હોય છે. જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ ઉત્સાહ ઓછો થવા માંડે છે, આથી એક ઉંમર પર પહોંચવા પર મહિલાઓનું ફોકસ હરવા-ફરવા કે નવું કશું એક્સપ્લોર કરવા પર નહીં પરંતુ જવાબદારીઓ પર વધુ રહે છે. જ્યારે, નવું એક્સપ્લોર કરવાથી તેમજ હવા-ફરવાથી જ મન યોગ્ય રહે છે.

પ્રેગ્નેન્સીમાં પ્રોબ્લેમ

મહિલાઓની પ્રજનન ક્ષમતા ઉંમર વધવાની સાથે ઓછી થઈ જાય છે. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ઉંમર વધુ વધવાથી પુરુષો અને મહિલાઓ બંનેએ જ સ્વસ્થ બાળકને જન્મ આપવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, વધતી ઉંમરની સાથે મહિલાઓને ગર્ભધારણ કરવામાં વધુ સમય લાગે છે અને ગર્ભપાત તેમજ પ્રસવમાં મુશ્કેલીઓ આવી શકે છે. વધુ ઉંમરના માતા-પિતા દ્વારા જન્મેલા બાળકોમાં ડાઉન સિંડ્રોમ અને અન્ય શારીરિક સમસ્યાઓનું જોખમ વધુ રહેલું છે.

પાર્ટનર પસંદ કરવામાં વિકલ્પ ઓછાં મળે છે

મહિલાઓ તેમજ પુરુષો, બંને માટે જ ઉંમર વધવાની સાથે જ પાર્ટનર પસંદ કરવાના વિકલ્પ પણ ઓછાં થઈ જાય છે. સમય પર લગ્ન ના કરવાના કારણે ઘણીવાર ઘરના સભ્યોના પ્રેશરમાં આવીને છોકરીઓ વિચાર્યા વિના જ લગ્ન કરી લે છે, જેને કારણે બાદમાં તેમને પતિ સાથે એડજસ્ટ કરવામાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. કારણ કે, ઘણા મામલાઓમાં સહમતિ નથી બની શકતી અને બંનેના વિચારો કોઈ એક બાબતને લઈને અલગ-અલગ હોઈ શકે છે, જેને કારણે પ્રોબ્લેમ આવી શકે છે.

ફિઝિકલ ઈન્ટીમેસી

મોટી ઉંમરે લગ્ન કરવા પર કપલ્સની સેક્સ લાઈફ પર પણ ખરાબ અસર પડે છે. યંગ કપલ્સમાં ભરપૂર જોશ હોય છે અને ઉંમર ઓછી હોવાના કારણે શરૂઆતમાં તેમના પર બાળકોને લઈને કોઈ પ્રેશર નથી કરતું. પરંતુ, મોટી ઉંમરે લગ્ન કરવાના કારણે લોકો તેમના પર બાળકો જલ્દી લાવવા માટે પ્રેશર કરે છે, જેને કારણે તેઓ સેક્સ લાઈફ એન્જોય નથી કરી શકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp