12 વર્ષની દીકરીએ એવી રીતે ગુમાવી વર્જિનિટી, માતાને થઈ જાણ તો...

PC: popsugar.com

તમામ પ્રકારની જવાબદારીઓમાંથી પેરેન્ટિંગને ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. નાના બાળકોની સરખામણીમાં યુવાન બાળકોના પેરેન્ટિંગમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે, આ ઉંમરમાં બાળકો પોતાના નિર્ણયો જાતે કરવા માંગે છે. બાળકો માતા-પિતાને જણાવ્યા વિના જ નવી-નવી વસ્તુઓ કરતા રહે છે. આ પ્રયોગ અને ઉત્સુકતાના ચક્કરમાં ઘણીવાર તેઓ ભૂલ પણ કરી બેસે છે અને પેરેન્ટ્સ આ ભૂલને લઈને ચિંતામાં મુકાઈ જાય છે. આવા જ એક મામલામાં એક મહિલા અજાણતા પોતાની દીકરીના હાઈમન તૂટવાથી ચિંતિત થઈ ગઈ.

મહિલાએ પોતાની દીકરી સાથે સંકળાયેલી વાતો શેર કરી છે. મહિલાએ કહ્યું કે, લોકો મને જૂના વિચારોની સમજી શકે છે પરંતુ, મારું માનવુ છે કે વર્જિનિટી લૂઝ કરવી એક ખૂબ જ મોટું પગલું હોય છે. આ ઉપરાંત, મહિલાએ એવુ પણ કહ્યું, હું નથી ઈચ્છતી કે મારી દીકરી પોતાની વર્જિનિટીને લગ્ન સુધી બચાવીને રાખે પરંતુ, તે તેને ત્યારે લૂઝ કરે જ્યારે કે કોઈ સીરિયસ રિલેશનશિપમાં હોય, અથવા પોતાના લેટ ટીન્સમાં હોય. મને ખબર છે કે, ઘણીવાર અજાણતા અચાનક હાઈમન તૂટી શકે છે પરંતુ, હું ઈચ્છતી હતી કે મારી દીકરી સાથે એવુ ના થાય.

મહિલાએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા મારી બહેન રજાઓમાં અમારા ઘરે આવી. આ દરમિયાન મારી બહેન અને મારી 12 વર્ષીય દીકરી વચ્ચે પીરિયડ્સને લઈને ખૂબ જ ગંભીર ચર્ચા થઈ કારણ કે, તેના પીરિયડ્સ એ જ સમયે શરૂ થયા હતા. વાત કરવા દરમિયાન મારી બહેને સલાહ આપી કે મારી દીકરીએ ટેમ્પોનનો ઉપયોગ કરવો જોઈએ. તેણે મારી દીકરીને જણાવ્યું કે, ટેમ્પોનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને તે ખૂબ જ આરામદાયક પણ છે, ખાસ કરીને ગરમીના સમયમાં. મારી બહેનની વાત સાંભળીને મારી દીકરી ટેમ્પોનનો ઉપયોગ કરવા માટે તૈયાર થઈ ગઈ. આ સમગ્ર પ્રોસેસમાં મારી દીકરીએ તેના હાઈમનને તોડી નાંખ્યું.

અઠવાડિયાના અંતમાં મારી બહેન અને દીકરીએ મને આ સમગ્ર ઘટના અંગે વાત કરી. મારી દીકરીને લાગ્યું કે આ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેને એહસાસ થઈ ચુક્યો હતો કે તેનું હાઈમન તૂટી ચુક્યુ છે કારણ કે, ટેમ્પોનનો ઉપયોગ કરતી વખતે તેને ખૂબ જ દુઃખાવો થયો હતો. મહિલાએ જણાવ્યું કે, મારી દીકરીને એ વાતનો ખ્યાલ હતો કે હું નહોતી ઈચ્છતી કે તે ટેમ્પોનનો ઉપયોગ કરે. મહિલાએ જણાવ્યું કે, મેં આ અંગે મારી દીકરીને તો કંઈ ના કીધુ પરંતુ, મને મારી બહેન પર ખૂબ જ ગુસ્સો આવ્યો. મહિલાએ કહ્યું, મારી દીકરીને ટેમ્પોન આપતા પહેલા તેણે મને પૂછવું જોઈતું હતું જેથી મને ખબર હોય કે મારી દીકરી પોતાના શરીરની અંદર શાનો ઉપયોગ કરે છે.

મારી બહેનને ખબર હતી કે હું ટેમ્પોન વિશે શું વિચારું છું અને મને જે વાતનો ડર હતો એ જ થયું. મહિલાએ કહ્યું, આ બધુ જાણ્યા બાદ મારો મારી બહેન સાથે ઝઘડો પણ થયો. મને ખબર હતી કે હું એક સારી અને સપોર્ટિવ માતા છું, પરંતુ બાકીના પેરેન્ટ્સની જેમ જ મારા પણ કેટલાક વેલ્યૂઝ છે. આ ઘટના બાદ લગભગ 3 મહિના સુધી મેં મારી બહેન સાથે વાત ના કરી, અને મારા કહેવા પર મારી દીકરીએ પણ તેની સાથે વાત ના કરી.

આખરે, મારી દીકરીએ આ ઝઘડાને પૂરો કરવા માટે કહ્યું. તેણે કહ્યું કે જે કંઈ પણ થયુ તેના કરતા વધુ જરૂરી મારો અને મારી બહેનનો સંબંધ છે. તેણે જણાવ્યું કે, તે ક્યારેક ને ક્યારેક તો ટેમ્પોનનો ઉપયોગ જરૂર કરતે કારણ કે તેને પેડ્સમાં ખૂબ જ અસહજ અનુભવ થાય છે. જોકે, એક્સપર્ટ્સ સતત કહેતા રહ્યા છે કે છોકરીઓમાં હાઈમન તૂટવાને વર્જિનિટી સાથે જોડવુ ના જોઈએ અને ના વર્જિનિટીને આટલો મોટો મુદ્દો બનાવવો જોઈએ. ફિઝિકલ એક્ટિવિટી, સાયકલિંગ અથવા રમત-ગમત દરમિયાન છોકરીઓમાં હાઈમન તૂટી જવુ ખૂબ જ સામાન્ય વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp