લવ જેહાદ: અકુદરતી સંભોગ, પરાણે માંસ ખવડાવતો, ગર્ભવતી પત્નીના પેટ પર લાત

PC: timesofindia.indiatimes.com

લખનૌથી લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.પીડિતાનો આરોપ છે કે યુવકે તેનું નામ અને ધર્મ બદલીને તેને પ્રેમ જાળમાં ફસાવીને અને ભગાડીને લખનૌ લઈ ગયો હતો. જ્યારે તેણી 5 મહિનાની ગર્ભવતી હતી, ત્યારે પતિએ તેણીના પેટમાં લાત મારીને ગર્ભપાત કરાવી દીધો હતો. તેમજ તેની સાથે અકુદરતી સંભોગ કર્યો હતો અને બળજબરીથી તેને પ્રતિબંધિત માંસ પણ ખવડાવતો હતો. એટલું જ નહી, પરંતુ પતિએ આ ગર્ભવતી મહિલા સાથે જે ક્રુરતા આચરી છે તે જાણીને તમે ચોંકી જશો. પતિએ ગર્ભવતી મહિલાના પેટ પર લાત મારી, ગરમ ગરમ તેલ નાંખ્યું અને મહિલાના શરીર પર સીગોરેટના ડામ પણ આપ્યા.

પીડિત મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છ કે યુવકે પોતાનો ધર્મ છુપાવીને તેણી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેણી ગર્ભવતી થઇ અને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો ત્યારેપતિએ પેટ પર લાત મારીને ગર્ભપાત કરાવી દીધો હતો. સિગરેટના ડામ આપ્યા હતા અને શરીર પર ગરમ ગરમ તેલ રેડ્યું હતું. મહિલાએ ફરિયાદમાં એમ પણ કહ્યુ હતુ કે પતિ ઇસ્લામ ધર્મ કબુલ કરવા માટે જબરદસ્તી કરતો હતો.

મહિલાએ કહ્યું કે પતિ રોજ મારપીટ કરતો હતો અને જ્યારે મેં ફરિયાદ કરવાની કોશિશ કરી હતી ત્યારે જાનથી મારી નાંખવાની ધમકી આપીને એક રૂમમાં પુરી દીધી હતી.પોલીસે કહ્યુ હતું કે, મહિલાના લગ્ન સુશીલ મોર્ય સાથે થયા હતા અને તેનાથી બે બાળકો પણ થયા હતા. એકની ઉંમર અત્યારે 5 વર્ષ અને બીજાની 3 વર્ષ છે.

પીડિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યુ છે કે યુવકે પોતાનું નામ અને ધર્મ બદલીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને પછી ભગાડીને લખનૌ લઇ ગયો હતો.જ્યારે તે 5 મહિનાની ગર્ભવતી થઇ ત્યારે પતિએ લાત મારીને ગર્ભપાત કરાવી દીધો હતો. યુવકનું અસલી નામ ચાંદ મોહમ્મદ હોવાનું મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે. પતિએ તેનું નામ ચાંદ મોહમ્મદથી બદલીને સુશીલ મોર્ય કરી દીધું હતું.

મહિલાએ અનેક વખત ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ પતિની પકડમાંથી છુટી શકતી નહોતી. આખરે મહિલા વન સ્ટોપ સેન્ટરની મદદથી મહિલાનું રેસ્કયૂ કરવામાં આવ્યું અને અત્યારે મહિલા સેન્ટરમાં જ રહે છે. પોલીસે યુવક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp