ભારતીય રેલવેની પહેલી મહિલા ટિકિટ ચેકરે બનાવ્યો રેકોર્ડ, 1 કરોડ દંડ વસૂલ્યો

PC: twitter.com/RailMinIndia

કેટલાક અવસર એવા હોય છે, જ્યારે મુસાફરોને ટ્રેનમાં ટિકિટ વિના સફર કરવા માટે મજબૂર થવું પડે છે અને તેમને ટિકિટ ચેકર્સનો સામનો કરવો પડે છે. એવામાં ટિકિટની તપાસ કરનારા રેલવેના કર્મચારી મુસાફરો પાસેથી દંડ વસૂલે છે. રેલ મંત્રાલયે એક એવા કર્મચારીના વખાણ કર્યા છે જેમણે રેલવેને એક કરોડથી પણ વધુ દંડ વસૂલીને આપ્યો છે. થોડા દિવસ અગાઉ દેશની સૌથી તેજ ચાલતી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને એશિયાની પહેલી મહિલા લોકો પાયલટ સુરેખા યાદવે ચલાવીને રેકોર્ડ બનાવ્યો હતો.

તેને લઈને રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના વખાણ કર્યા હતા. હવે ભારતીય રેલવેએ દેશની પહેલી ટિકિટ ચેકર રોજલિન અરેકિયા મેરીના વખાણ કર્યા છે. રોજલીને એક કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. રોજલિન અરેકિયા મેરીએ રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરો પાસેથી લગભગ 1.03 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. રેલ મંત્રાલયે દેશની પહેલી ટિકિટ ચેકરને લઈને ટ્વીટર પર વખાણ કર્યા છે.

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં મેરીને યાત્રીઓથી દંડ વસૂલતા અને મુસાફરો પાસેથી ટિકિટોની તપાસ કરતા દેખાડવામાં આવી હતી. ભારતીય રેલવેએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, પોતાના કર્તવ્યો પ્રત્યે દૃઢ પ્રતિબદ્ધતા દેખાડતા GMSRailwayની CTI (મુખ્ય ટિકિટ નિરીક્ષક) રોજલિન અરોકિયા મેરીએ ભારતીય રેલવેના ટિકિટ તપાસ કર્મચારીઓમાં 1.03 કરોડ રૂપિયાનો દંડ વસૂલનારી પહેલી મહિલા બની ગઈ છે. મેરીના વખાણ કરતા સોશિયલ મીડિયા પર યુઝર્સે રીએક્શન આપ્યા છે.

એક યુઝરે લખ્યું કે, મને તમારો મિત્ર હોવા પર ગર્વ છે. તમને જાણીને તમારી ઉપલબ્ધિથી હેરાન નથી. તમારા સમર્પણ, પ્રતિબદ્ધતા અને પોતાના કર્તાવ્યો પ્રત્યે ઈમાનદારીને દર્શાવે છે. આ બાબતે દક્ષિણ રેલવેએ એક પ્રેસ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, 3 ટિકિટ તપાસ કર્મચારીઓએ નાણાકીય વર્ષ એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન દંડના રૂપમાં એક કરોડ રૂપિયાથી વધુની વસૂલી કરીને ઇતિહાસ રચી દીધો છે.

મેરી સિવાય ચેન્નાઈ ડિવિઝનના ઉપમુખ્ય ટિકિટ નિરીક્ષક એસ. નંદકુમારે દંડના રૂપમાં 1.55 કરોડ રૂપિયા અને વરિષ્ઠ ટિકિટ પરીક્ષક શક્તિવેલે 1.10 કરોડ રૂપિયા ભેગા કર્યા. રેલવેની આ પોસ્ટ જલદી જ વાયરલ થઈ ગઈ અને ચારેય તરફ તેના વખાણ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આપણને પોતાના ભારતને મહાશક્તિ બનાવવા માટે એવી વધુ સમર્પિત મહિલાઓની જરૂરિયાત છે. શુભેચ્છા રોજલિન, એવી જ રીતે કામ કરતી રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp