શાર્ક ટેન્કના જજ આણંદના વિનીતાએ 1 કરોડની નોકરી છોડીને આવી રીતે ઊભી કરી કંપની

PC: instagram.com/vineetasng

શાર્ક ટેન્કની નવી સીઝનની શરૂઆત થતાની સાથે જ ચારેબાજુ તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોઈ આ શોમાં આવનારા કન્ટેસ્ટન્ટની વાત કરી રહ્યા છે તો કોઈ શાર્ક ટેન્કના જજીસની. શાર્ક ટેન્કના તમામ જજના લિસ્ટમાં વિનીતા સિંહનું નામ પણ સામેલ છે. વિનીતા સિંહના નામની પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેણે કેવી રીતે એક વધારે પેવાળી નોકરી છોડીને પોતાનો ધંધો શરૂ કર્યો તે અંગે પણ જાણવાની લોકોને ઘણી ઈચ્છા જોવા મળી રહી છે.

વિનીતા સિંહની લિંક્ડઈન પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, વિનિતા સિંહનો જન્મ આણંદમાં 1983મા થયો હતો. તેણે દિલ્હી આર કે પરમ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે હાયર એજ્યુકેશન ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસથી બીટેક કર્યું છે. બીટેક પછી વિનીતાએ આઈઆઈએમ અમદાવાદથી એમબીએ કર્યું છે. ધ વીકના પેજ પર જગ્યા બનાવી ચૂકેલી વિનીતા સિંહને આઈઆઈએમ અમદાવાદથા અભ્યાસ દરમિયાન તેને 1 કરોડ રૂપિયાના જોબની ઓફર થઈ હતી. 23 વર્ષની ઉંમરમાં 1 કરોડની નોકરી મળવી પોતાનમાં એક મોટી વાત છે, પરંતુ વિનીતાએ આ નોકરીની ઓફરને નકારી કાઢી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Josh Talks (@joshtalkslive)

તે સમયે કોઈના પણ માટે આ વાત પચાવી શકવી સરળ ન હતી પરંતુ વિનીતાએ નિર્ણય લીધો. આ જ કારણ છે કે આજે તેની પાસે જે કંપની છે જે ઘણું સારું રિટર્ન આપી રહી છે. શાર્ક ટેન્ક શોથી પણ વિનીતા સારી કમાણી કરી રહી છે. વિનીતા સિંહને તેના બિઝનેસમાં ઘણી મુશ્કેલીઓ આવી છે પરંતુ તેણે પોતાનો રસ્તો જાતે નક્કી કર્યો છે. સતત રિસર્ચ કરવા પછી તેણે કોસ્મેટીક ક્ષેત્રમાં ક્વોલિટીની ઘણી જરૂર હોવાની વાતને સમજીને તેમાં પગલું ભરવાનું નક્કી કર્યું હતું. પૈસા અને ફંડની મદદથી શુગર નામની કંપનીની શરૂઆત કરી અને કંપનીને અર્શ થી ફર્શ સુધી પહોંચાડી. આજે શુગર કંપનીમાં 1500 લોકો કામ કરી રહ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે.

વિનીતા સિંહે 2012માં શુગર કોસ્મેટિક્સને લોન્ચ કર્યું હતું. જો વાત 2019ના વર્ષની કરીએ તો તે વખતે શુગર કોસ્મેટિકે 57 કરોડના વેચાણમાં ઘટાડો કર્યો હોવા છતાં 2020માં 104 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ બ્રાન્ડની ખાસ વાત એ છે કે તેની 15 ટકાની કમાણી આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી થાય છે. કંપનીએ લોન્ચ થયાના પાંચ વર્ષમાં ભારતમાં બ્યૂટી બ્રાન્ડમાં પોતાની એક જગ્યા બનાવી લીધી છે. શુગર કોસ્મેટિકના 130થી વધુ શહેરોમાં 2500થી વધારે બ્રાન્ડેડ આઉટલેટ છે. તેની રેવન્યુની વાત કરીએ તો 100 કરોડ રૂપિયાથી વધારે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp