જાણો ટાટા ગ્રુપની વહુ માનસી ટાટા કોણ છે? કિર્લોસ્કર ગ્રુપમાં પિતાની જગ્યા લેશે

PC: deccanchronicle.com

વિક્રમ કિર્લોસ્કરના મૃત્યુ બાદ તેમની દિકરી માનસી ટાટાને કિર્લોસ્કર ગ્રુપનું નેતૃત્વ કરવા માટે કહેવામાં આવ્યું છે. માનસી ટાટા ટાટા પરિવારની વહુ છે. તેમના લગ્ન નોએલ ટાટાના દિકરા સાથે થયા છે. હવે તેમના પિતા વિક્રમ કિર્લોસ્કરના નવેમ્બરમાં મૃત્યુ બાદ તેમના કારોબારની બાગડોર તેમની દિકરી માનસી ટાટાના હાથમાં આવી ગઇ છે. તેમને કિર્લોસ્કર જોઇન્ટ વેન્ચરના બોર્ડના ચેરપર્સન નિયુક્ત કરવામાં આવ્યા છે.

વિક્રમ કિર્લોસ્કરની ગણતરી દેશના મોટા કારોબારીઓમાં થતી હતી, જેમનું નિધન આ જ વર્ષે નવેમ્બર મહિનામાં થયું છે. હવે તેમના મૃત્યુ બાદ માનસી ટાટાને ટોયોટા એન્જિન ઇન્ડિયા લિમિટેડ, કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ, ટોયોટા મટિરિયલ હેન્ડલિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લમિટિડે વગેરેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની માતા ગીતાંજલી કિર્લોસ્કર, કિર્લોસ્કર સિસ્ટમ પ્રાઇવેટ લમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે.

માનસી પહેલાથી જ કપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર અને કાર્યકારી નિર્દેશક અને CEO છે. તેમણે અમેરિકાની રોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનિંગથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ એક સારા પેન્ટર પણ છે. તેમણે 13 વર્ષની ઉંમરમાં પોતાની પેઇન્ટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેમણે તરવું પણ ખૂબ જ પસંદ છે.

માનસી ટાટાના લગ્ન વર્ષ 2019માં નોએલ ટાટાના દિકરા નેવિલ ટાટા સાથે થયા હતા. બન્ને પરિવારો ઘણા સમયથી એકબીજાના ગાઢ મિત્રો રહ્યા હતા. નોએલ ટાટા, ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાના સાવકા ભાઇ છે. નોએલ ટાટા ટાટા ગ્રુપના રિટેલ કારોબાર ટ્રેટ લિમિટેડના પ્રમુખ છે. નેવિલે ટ્રેન્ટ બ્રાન્ડ્સના ફૂડ વર્ટિકલ સાથે કામ કર્યું છે. તેમની બે બહેન લિયા અને માયા છે. માનસી પોતાના પારિવારિક કિર્લોસ્કર ગ્રુપના કારોબારમાં સંપૂર્ણ રીતે શામેલ રહી છે. તેઓ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ સક્રિય છે. જોકે, તેઓ મીડિયા સાથે કામ કરતા આવ્યા છે. તેમને લો પ્રોફાઇલ રહેવું પસંદ છે અને તેમને સિંપલ લાઇફ માટે ઓળખવામાં આવે છે. માનસી અને નેવિલ ટાટાના લગ્ન એકદમ સાધારણ રીતે થયા હતા, જેમાં અમુક નજીકના લોકો જ શામેલ થયા હતા. બન્ને પરિવાર એક બીજાને ઘણા દાયકાથી જાણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp