સગીરાને કિડનેપ કરી ચાલતી કારમાં ગેંગરેપ, બેદરકારી કરનારા 3 પોલીસકર્મી સસ્પેન્ડ

PC: indiatimes.com

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં કપ્તાનગંજ પોલીસ સ્ટેશનની હદમાં સગીરાનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે. આ મામલામાં પીડિતાના પિતાએ બેવાર પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ કરી પણ પોલીસે કેસ દાખલ કર્યો નહીં. ઘટના 9 સપ્ટેમ્બરની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં અમુક નરાધમો સગીરાના દુપટ્ટાને પકડીને તેને ખેંચીને કારમાં બેસાડી રહ્યા છે.

વીડિયો વાયરલ થયા પછી કપ્તાનગંજ પોલીસ હરકતમાં આવી અને જલદીમાં કેસ દાખલ કરી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી.

કેસ પ્રત્યે બેદરકારી દેખાડનારા 3 પોલીસકર્મી સસ્પેન્ડ

ગેંગરેપ પીડિતાના કેસને ધ્યાનમાં લઇ એસપીએ મોટી કાર્યવાહી કરી છે. આ મામલાને લઇ બેદરકારી દાખવનારા પોલીસ ઈન્ચાર્જ સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની ખબર ચાલ્યા પછી કરવામાં આવી છે. પોલીસ ઈન્ચાર્જ પર બે વાર ફરિયાદ કરવા છતાં પણ આરોપીઓ પર કાર્યવાહી ન કરવાને લઇ કપ્તાનગંજ પોલીસ ઈન્ચાર્જ, કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સગીરાના પિતાએ કહ્યું હતું કે 9 સપ્ટેમ્બરના રોજ બપોરે તેમના ગામમાં રહેતા યુવકે દીકરીને બોલાવી અને ચપ્પુ દેખાડી એક ઝુપડીમાં લઇ જઇ દુષ્કર્મ કર્યું. ત્યાર પછી તેને કારમાં બેસાડી અને હાટા લઇને પહોંચી ગયા. ત્યાં પહેલાથી મોજૂદ 3 અન્ય યુવક કારમાં સવાર થયા. ત્યા પછી ત્રણેય નરાધમોએ ચાલતી કારમાં દુષ્કર્મ કર્યું. મોડી રાતે સગીરાને ગામની બહાર છોડી દીધી અને ફરાર થઇ ગયા.

પીડિતાના પિતાએ કહ્યું કે, દીકરીની આપવીતિ સાંભળ્યા પછી તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પણ સુનાવણી થઇ નહીં. ત્યાર બાદ યુવતીનો દુપટ્ટો ખેંચી કારમાં બેસાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જેમાં સગીરાનો દુપટ્ટો પકડીને એક યુવક તેને કારમાં બેસાડી રહ્યો છે. કારમાં પહેલાથી જ 2 યુવક બેસેલા હતા. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસ હરકતમાં આવી. પહેલા કાર્યવાહી ન કરનારી પોલીસે 3 નામજદ અને એક અજ્ઞાત પર કેસ દાખલ કરતા 3 આરોપીઓની ધરપકડ કરી લીધી.

SSP રિતેશ કુમાર સિંહે જણાવ્યું કે, જાણકારી મળ્યા પછી કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. પોલીસે 3 આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહીમાં લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp