મારા ઘરના સભ્યોને નથી ખબર કે હું એક લેસ્બિયન છું

PC: koreabyme.com

લેસ્બિયન શબ્દને સાંભળીને આજે પણ સમાજના ઘણા લોકો મોંઢુ બગાડે છે. દરેક પ્રકારના વિકાસ છતા ભારતમાં કોઈ લેસ્બિયનનો સ્વીકાર કરવો સમાજ માટે થોડું નહીં પરંતુ, ખૂબ જ મુશ્કેલ કામ છે. આ કારણોથી લેસ્બિયને માનસિક અને સામાજિક પડકારોનો સામનો કરવો પડે છે. યૂપીની પ્રિયમ તેનું એક મોટું ઉદાહરણ છે. તેણે ઈન્ડિયા ટાઈમ્સ સાથે વાતચીતમાં પોતાની સ્ટોરી શેર કરી હતી.

હું યુપીના એક નાનકડા શહેરમાંથી આવુ છું. મારું નામ પ્રિયમ છે. મને એ કહેવામાં જરા પણ સંકોચ નથી કે હું લેસ્બિયન છું. મને ખબર છે કે એક લેલ્બિયનને આપણા સમાજમાં કઈ નજરથી જોવામાં આવે છે. મને નથી ખબર કે જ્યારે મારા પરિવારને મારા સત્ય વિશે જાણકારી મળશે તો તેઓ કેવું રિએક્ટ કરશે. કદાચ તેઓ ક્યારેય આ વાત માટે તૈયાર ના થાય. તેઓ મને ઘણા સવાલો પણ પૂછી શકે છે. કદાચ આ જ કારણ છે કે, હું પોતાને તેને માટે તૈયાર કરી રહી છું. આશા છે કે, ટૂંક સમયમાં જ હું પરિવારને મારું સત્ય જણાવી શકીશ.

મેં સ્કૂલનો અભ્યાસ મારા શહેરમાંથી જ કર્યો છે. સ્કૂલના દિવસોમાં જ હું પોતાની લૈંગિક પસંદને લઈને કન્ફ્યૂઝ્ડ હતી. હું હંમેશાં પોતાને પૂછતી રહેતી હતી કે, શું હું લેસ્બિયન છું? 12માં ધોરણના અભ્યાસ બાદ વધુ અભ્યાસ માટે હું બીજા શહેરમાં ગઈ તો માસ્ટરના અભ્યાસ દરમિયાન હું એક છોકરીની નજીક આવી અને તેની સાથે રિલેશનશિપમાં રહી. આ દરમિયાન મને સંપૂર્ણરીતે વિશ્વાસ થઈ ગયો કે હું લેસ્બિયન છું. દુર્ભાગ્યથી મારી યાદગાર રિલેશનશિપ લાંબા સમય સુધી ના રહી. કેટલાક ખૂબ જ અંગત કારણોસર મારે મારા પાર્ટનર સાથે બ્રેકઅપ કરવું પડ્યું હતું.

મારો સંઘર્ષ અહીં જ પૂરો નથી થતો. અભ્યાસ બાદ તરત મને નોકરી ના મળી અને મારે એક લાંબા સમય સુધી ઘરે રહેવુ પડ્યું. તે સમયમાં મેં અનુભવ્યું કે, આસપાસના લોકો મને અલગ નજરથી જોઈ રહ્યા હતા. આ બધુ ત્યારે થઈ રહ્યું હતું જ્યારે કોઈને પણ મારા સત્ય વિશે જાણકારી નહોતી. જો લોકોને સત્ય વિશે જાણકારી હોત તો ખબર નહીં તેઓ કેવુ રિએક્ટ કરતે. આ એ સમય હતો જ્યારે હું ઘરેથી ખૂબ જ ઓછું બહાર નીકળતી હતી અને સોશિયલ મીડિયા પર જ વધુ સમય પસાર કરતી હતી. સાચુ કહું તો આ જ એ સમય હતો જ્યારે મેં ઈન્ટરનેટ દ્વારા LGBTQ કમ્યુનિટીને જાણી અને તેની સાથે પોતાને રિલેટ કરી.

આગળ નોકરી મળ્યા બાદ હું લખનૌ આવી ગઈ અને અહીં મારા ઘણા ફ્રેન્ડ્સ બન્યા જે મારા જેવા જ હતા. વર્ષ 2017માં હું લખનૌમાં આયોજિત એક પ્રાઈડ વોક પરેડનો હિસ્સો પણ બની. ત્યારબાદ મારો વ્યાપ વધતો ગયો. કહેવા માટે હું પહેલા કરતા વધુ મજબૂત થઈ ગઈ હતી. લખનૌ જેવા શહેરમાં મારી પાસે એક સારી નોકરી છે. પરંતુ, સત્ય તો એ છે કે વર્ક પ્લેસ પર આજે પણ ઘણીવાર હું પોતાને અસહજ અનુભવું છું.

મને નથી ખબર કે સંઘર્ષ કેટલો લાંબો ચાલશે. પરંતુ, પોતાના પર હવે વિશ્વાસ છે કે હું દરેક મુશ્કેલીઓને પાર કરીને મંઝીલ સુધી જરૂર પહોંચીશ. મને એ વાતની ખુશી છે કે, મારા જે ફ્રેન્ડ્સ અને ભાઈ-બહેનોને મારા વિશે જાણકારી મળી તેમણે મને દરેક પ્રકારે સપોર્ટ કર્યો. આજે પણ તેઓ ડગલે ને પગલે મારી સાથે ઊભા છે. હું એ સહકર્મચારીઓનો પણ દિલથી આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેમણે નોકરી દરમિયાન વર્ક પ્લેસમાં મારા જીવનને સરળ બનાવવામાં મદદ કરી. મને આશા છે કે, મારા જીવનમાં એ દિવસ જરૂર આવશે જ્યારે મને સૌ પ્રેમ અને સન્માનથી જોશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp