આ ઉંમરમાં પેરેન્ટ્સે બાળકો સાથે સૂવાનું કરી દેવું જોઈએ બંધ, જાણો કારણ

PC: macleans.ca

અમેરિકી એક્ટ્રેસ એલિસિયા સિલ્વરસ્ટોન મોટાભાગે પોતાની પેરેન્ટિંગ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એલિસિયાએ એ વાતનો ખુલાસો કર્યો છે કે, તે પોતાના 11 વર્ષના દીકરા બીયરની સાથે સૂઈ જાય છે. એલિસિયાએ જણાવ્યું, બીયર અને હું હજુ પણ સાથે સૂઈ જઈએ છીએ. એલિસિયાના જણાવ્યા અનુસાર, તે માત્ર નેચરને ફોલો કરી રહી છે. એલિસિયાના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. એલિયાના નિવેદન પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, તે સ્વતંત્ર થઈને કઈ રીતે રહેતા શીખશે? તમે તેની મદદ નથી કરી રહ્યા પરંતુ તેને નુકસાન કરી રહ્યા છો.

સોશિયલ મીડિયા પર જ્યાં એક તરફ લોકો એલિસિયાના કો-સ્લીપિંગ કોન્સેપ્ટની ટીકા કરી રહ્યા છે, ત્યાં કેટલાક લોકો એવા પણ છે જે તેમની નજરમાં ખરાબ નથી. એલિસિયાની આ ચોઈસ પર એક યુઝરે ટ્વીટ કર્યું છે, હાલ સમાજમાં ઘણા બધા ખરાબ લોકો ફરી રહ્યા છે. કદાચ માતા-પિતા પાસેથી થોડો પ્રેમ તેનો જવાબ હોઈ શકે છે. એવામાં સવાલ એ ઉભો થાય છે કે, બાળકો સાથે એક જ બેડ પર સૂવું યોગ્ય છે કે નહીં? અથવા તો કઈ ઉંમર સુધી માતા-પિતાએ પોતાના બાળકો સાથે સૂવુ જોઈએ? એવામાં જાણો એક્સપર્ટ શું કહે છે.

ન્યૂયોર્ક સ્થિત બાળ ચિકિત્સક ડૉ. રેબેકા ફિસ્કનું કહેવુ છે કે, હું માતા-પિતાને હંમેશાં કહું છું કે બાળકો સાથે એક જ બેડ પર સૂવું તેમનો પોતાનો નિર્ણય છે. આ કોઈ મેડિકલ નિર્ણય નથી. માતા-પિતાએ ક્યારેય પણ 12 મહિના કરતા નાના બાળકો સાથે બેડ શેર ના કરવો જોઈએ કારણ કે, સડન ઈન્ફેન્ટ ડેથ સિંડ્રોમ અને શ્વાસ રુંધાવાના કારણે મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, દરેકની ઊંઘ સાથે સંબંધિત અલગ-અલગ જરૂરિયાતોના કારણે ઘણીવાર તમને અને બાળકોને યોગ્ય ઊંઘ ના આવે. જો તમે બાળક સાથે સૂવા માગતા હો તો એ સુનિશ્ચિત કરો કે તેને દિવસ દરમિયાન પૂરતો આરામ મળ્યો હોય. જો એવુ ના થઈ રહ્યું હોય તો બાળકને અલગ સુવડાવવા સિવાય તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ એલિઝાબેથ મેથિસનું કહેવુ છે કે, બાળકો સાથે બેડ શેર કરવો ઘણીવાર સારો નિર્ણય પણ સાબિત થાય છે. ખાસ કરીને, તે સમયે જ્યારે માતા-પિતા બંને અલગ-અલગ રહેતા હોય. આવુ કરવાથી તમે બાળકને સેફ ફીલ કરાવો છો, તેમની આસપાસ રહેવાથી તેમને સારું ફીલ કરાવી શકાય છે.

એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કયા સ્ટેજ પર તમારે પોતાના બાળક સાથે સૂવાનું બંધ કરી દેવુ જોઈએ. જ્યારે તમારા બાળકમાં શારીરિક બદલાવ દેખાવા માંડે તો તેની સાથે સૂવાનું બંધ કરી દેવુ જોઈએ. તેને પ્રી-પ્યૂબર્ટી કહેવામાં આવે છે. આ દરમિયાન છોકરીઓમાં બ્રેસ્ટનો વિકાસ અને છોકરાઓમાં દાઢી-મૂંછ વધવી, પ્રાઈવેટ પાર્ટના આકારમાં વૃદ્ધિ જેવા શારીરિક પરિવર્તન થાય છે. ફિસ્કે કહ્યું, પ્રી-પ્યૂબર્ટી એ સમય હોય છે જ્યારે તમારે તમારા બાળકો સાથે સૂવાનું બંધ કરી દેવુ જોઈએ.

મેથિસે કહ્યું કે, પ્યૂબર્ટી દરમિયાન બાળકોના શરીરમાં ઘણા પ્રકારના બદલાવ થતા રહે છે, એવામાં જરૂરી છે કે, તમે બાળકને સ્પેસ આપો. તેનાથી તેઓ સહજ રહેશે. જો તમે બાળકોને એક જ બેડ પર સૂવડાવતા હો તો તેનાથી તેમની પ્રાયવસી પ્રભાવિત થાય છે. જોકે, તમારે એ જરૂર સુનિશ્ચિત કરવુ જોઈએ કે, તમારું બાળક બીજા રૂમમાં અથવા અલગ બેડ પર સૂઈ જાઓ તો તેને સુરક્ષિત અને સહજ અનુભવ થવો જોઈએ. જ્યારે તમારું ટીનેજર બાળક કોઈક વાતને લઈને ચિંતિત હોય તો તેવામાં તમે તેને પોતાની પાસે સૂવા માટે કહી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp