દલાઇ લામાએ બાળકના લિપ પર કિસ કરી, જીભ ચૂસવા પણ કહ્યું, લોકો બોલ્યા- શરમ કરો

PC: news18.com

તિબેટના બૌદ્ધ ગુરુ દલાઈ લામાના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો દીધો છે. તેઓ એક બાળકના હોઠને કિસ કરતો જોવા મળે છે. વીડિયોમાં દલાઇ લામા બાળકને તેમની જીભ ચૂસવાનું પણ કહી રહ્યા છે. બાળક તેમને સન્માન આપવા આવ્યો હતો.જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે ત્યારથી લોકો આગબબુલા થઇ ગયા છે અને સોશિયલ મીડિયા પર દલાઇ લામા સામે ગુસ્સો ઠાલવીને કહી રહ્યા છે કે જરા તો શરમ કરો. દલાઇ લામા પહેલીવાર વિવાદમાં ફસાયા હોય તેવું નથી આ પહેલાં 2019માં પણ તેઓ એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દલાઈ લામા એક સગીર બાળકના લિપ પર કીસ કરતા નજરે પડે છે. એ પછી તેઓ બાળકને પુછી રહ્યા છે કે શું તે તેમની જીભને ચૂસી શકે છે? સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને લોકો દલાઈ લામા વિરુદ્ધ ટ્વિટ કરી રહ્યા છે.

લોકો એટલી હદે ભડકી ગયા છે કે, દલાઇ લામા વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. એક ટ્વીટર યૂઝરે વીડિયો શેર કરીને લખ્યું કે, દલાઇ લામા એક બોદ્ધ કાર્યક્રમમાં એક ભારતીય સગીર બાળકને કીસ કરી રહ્યા છે. ત્યાં સુધી કે તેની જીભને પણ અડકવાની કોશિશ કરી રહ્યા છે. શું તેઓ એંમ કહી રહ્યા છે કે મારી પણ જીભ ચૂસ?

દિપીકા પુષ્કર નામની એક યૂઝરે લખ્યુ કે, આ બિલકુલ ખોટું છે., આને યોગ્ય ન કહેવુ જોઇએ.

જસ ઓબેરોય નામના યૂઝરે લખ્યું કે આ હું શું જોઇ રહ્યો છું? શું આ દલાઇ લામા છે?પીડોફિલિયા માટે તેમની ધરપકડ કરવી જોઇએ. કેટલાંક લોકો આ બાળક સાથેનો દુર્વ્યવહાર બતાવી રહ્યા છે.

આ પહેલાં 2019 માં, દલાઈ લામાએ એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે જો તેમના અનુગામી મહિલા બનવાની હોય, તો તે આકર્ષક હોવી જોઈએ. 2019 માં ધર્મશાલામાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાના દેશનિકાલમાંથી પ્રસારિત બ્રિટીશ બ્રોડકાસ્ટર સાથેની મુલાકાતમાં કરવામાં આવેલી આ ટિપ્પણી માટે વિશ્વભરમાં તેમની ટીકા થઈ હતી. એ પછી દલાઇ લામાએ માફી માંગી લીધી હતી.

બિજિંગ અનેક વખત દલાઇ લામા પર તિબેટમાં અલગાવવાદને પ્રોત્સાહન આપતા હોવાનો આરોપ લગાવતું રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp