પાકિસ્તાની એમ્બેસીમાં ભારતીય મહિલાનું યૌન શોષણ, હાથ પકડ્યો, સેક્સની માગ કરી
ભારતની એક મહિલાએ દિલ્હીમાં પાકિસ્તાન દુતાવાસના એક અધિકારી પર ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. મહિલા પાકિસ્તાન જવા વિઝા માટે પાકિસ્તાન દુતાવાસ પહોંચી હતી ત્યારે અધિકારીએ તેણી પાસે અજુગતી માંગણી કરી હતી.
પંજાબની એક મહિલા પ્રોફેસરે દિલ્હીમાં પાકિસ્તાન દુતાવાસના એક અધિકારી પર અભદ્ર વર્તન અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ પાકિસ્તાન જવા માટે ઓનલાઈન વિઝા માટે અરજી કરી હતી. આ સંબંધમાં તે પાકિસ્તાન હાઈ કમિશનમાં ગઈ હતી. પીડિત મહિલાએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે. પાકિસ્તાનના દુતાવાસના અધિકારીએ મહિલાનો બે વખત હાથ પકડ્યો હતો અને સેક્સની માંગ કરી હોવાનો ભારતીય મહિલાએ આરોપ લગાવ્યો છે. મહિલાએ કહ્યું છે કે, આ બાબતે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને પણ પત્ર લખવામાં આવ્યો છે.
જાણવા મળેલી માહિતી મુજબ આ મામલો વર્ષ 2021નો છે. મહિલા પંજાબ યુનિવર્સિટીમાં સિનિયર પ્રોફેસર છે. મહિલાનું કહેવું છે કે તેણે એક રિસર્ચ માટે પાકિસ્તાનના લાહોર જવા માટે વિઝા માટે અરજી કરી હતી. તેણીએ કહ્યું કે દિલ્હીમાં પાકિસ્તાન એમ્બેસીએ મને આ સંબંધમાં બોલાવી હતી અને લાહોર જવા અંગે સવાલો પુછ્યા હતા.
મહિલાએ એમ્બેસીના અધિકારીને જવાબ આપ્યો હતો કે મારે સ્મારકોની તસ્વીર લેવા અને તેની પર લખવા માટે લાહોર જવાનું છે અને એક યુનિવર્સિટીએ મને વ્યાખ્યાન માટે આમંત્રણ આપ્યું છે. મહિલાએ આરોપ મુક્યો છે કે આ દરમિયાન પાકિસ્તાન એમ્બેસીના અધિકારીએ વ્યકિતગત સવાલો પુછવાનું શરૂ કર્યું હતું, જેને કારણે હું અસહજ થઇ ગઇ હતી. અધિકારીએ પુછ્યું હતું કે, મેં લગ્ન કેમ નથી કર્યા? લગ્ન કર્યા વગર યૌન ઇચ્છાઓને કેવી રીતે પુરી કરો છો? મહિલાએ આગળ કહ્યુ કે મને એમ પણ પુછવામાં આવ્યું કે શું તમે ખાલિસ્તાનને સમર્થન કરો છો?
મહિલાએ કહ્યું કે, આ બાબતે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખીને ફરિયાદ કરી છે. મહિલાએ કહ્યું કે આ વાતને ટાળવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભારત સરકાર આ મામલો ઉઠાવે તેવી મહિલાએ માંગ કરી છે. સાથે જ મહિલાએ પોર્ટલના માધ્યમથી પાકિસ્તાન સરકારને પણ ફરિયાદ કરી છે અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને પણ પત્ર લખ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp