આ દેશમાં ઘરની અંદર કેદ થયા 15 લાખ લોકો, નથી નીકળી રહ્યા બહાર, શું છે કારણ?

PC: twitter.com/business

જીવનની પરેશાનીઓથી તંગ આવીને ઘણા લોકો એકલતાને જ પોતાની દુનિયા બનાવી લે છે. આ મામલો ત્યારે વધુ બગડી શકે છે, જ્યારે એવા લોકોની સંખ્યા વધી જાય અને સાથે સાથે સરકારની ચિંતા પણ વધી જાય છે. એક દેશમાં આ સમયે એ જ થઈ રહ્યું છે. અહીં 15 લાખ લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે. આ રિલેશનશિપ અને કોરોના મહામારીમાં નોકરી જવા જેવા મુદ્દાથી પરેશાન છે. તેમાં 15 વર્ષથી લઈને 64 વર્ષ સુધીના લોકો સામેલ છે.

આ ઘટના જાપાનની છે. એવા લોકોની સંખ્યા જાપાનની વસ્તીનો 2 ટકાનો હિસ્સો છે. તેમાંથી પાંચ તૃતીયાંશે તેના પાછળનું કારણ કોરોના વાયરસ મહામારી બતાવી છે. જાપાનમાં લોકોના એકાંતમાં રહેવા અને સમાજથી પોતાને અલગ રાખવાની પ્રક્રિયાને હિકિકોમોરી કહેવામાં આવે છે. BBCના રિપોર્ટ મુજબ, આ શબ્દ જાપાની મનોવૈજ્ઞાનિક તમાકી સેટોએ પોતાના વર્ષ 1998માં આવેલા પુસ્તક ‘સોશિયલ વિથડ્રોલ-એડોલ્સેન્સ વિધાઉટ એન્ડ’માં લખ્યો હતો.

એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા મુજબ, આ વ્યક્તિને હિકિકોમોરીથી પીડિત માનવામાં આવે છે, જ્યારે તે ઓછામાં ઓછા 6 મહિના સુધી સમાજથી દૂરી બનાવી રાખવા જેવો વ્યવહાર કરે છે. હિકિકોમોરીથી પીડિત વ્યક્તિ ઘરથી બહાર નીકળવાની ના પાડી દે છે. પછી શાળાએ જવાની વાત હોય, ઓફિસ જવાની વાત હોય કે પછી કેટલોક સામાન બહાર સ્ટોરથી ખરીદવા વાત હોય. આ લોકો ઘરથી બહાર પગલું રાખવાની ના પાડી દે છે. એન્સાઈક્લોપીડિયા બ્રિટનિકા મુજબ, હિકિકોમોરી પાછળનું કારણે પૂરી રીતે સ્પષ્ટ નથી.

કેટલાક મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માણસ જીવનમાં કોઈ તણાવપૂર્ણ ઘટનાથી તંગ આવીને પોતાને સમાજથી દૂર કરી લે છે. કેટલીક સ્ટડીઝમાં એ વાત પણ સામે આવી છે કે હિકિકોમોરીનો સંબંધ પરિવારમાં પરેશનો કે દર્દનો અનુભવ પણ હોય છે. જાપાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો દ્વારા સમાજથી પોતાને એકદમ અલગ કરવાના કેસો ઝડપથી વધી રહ્યા છે. તેને ચિંતા, ડિપ્રેશન કે સમાજમાં ભયની સ્થિતિ સાથે પણ જોડવામાં આવે છે.

40-60 વયના વર્ગના 44.5 ટકા લોકોનું કહેવું છે કે તેમના વ્યવહારમાં બદલાવ નોકરી છૂટ્યા બાદ શરૂ થયો. તો 20.6 ટકા લોકોએ કહ્યું કે, કોરોના મહામારી બાદ તેમના વ્યવહારમાં બદલાવ આવવાના શરૂ થયા. આ સમસ્યાની ઝપેટમાં વધારે લોકો આવવાના કારણે સરકાર હરકતમાં આવી છે. ટોક્યો સ્થિત Edogawa જૂનથી મેટાવર્સ સોશિયલાઇઝિંગ ઇવેન્ટ્સ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં આ સમસ્યાના શિકાર લોકોને પોતાના અવતાર દ્વારા એક-બીજાને હળવા-મળવાનો ચાંસ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp