1 કરોડ સેલેરી, 6 કલાક કામ, છતા આ જોબ માટે અપ્લાઇ કરવાથી દૂર રહે છે લોકો

માત્ર લાઇટ બલ્બ ચેન્જ કરવાના બદલે 1 કરોડ રૂપિયા પગાર! વાંચીને આશ્ચર્ય થયુ હશે. પરંતુ, સોશિયલ મીડિયા પર એક એવી જ જોબની ઓફર હાલ ચર્ચામાં છે. જોકે, આટલી તગડી સેલેરી હોવા છતા પણ વધુ લોકો આ નોકરી માટે અપ્લાઈ નથી કરી રહ્યા. કારણ કે, આ કામમાં રિસ્ક ખૂબ જ વધુ છે. તમે પણ જાણી લો આ નોકરી વિશે.
સોશિયલ મીડિયા પર વાયરલ નોકરીની એક જાહેરાત અનુસાર, આ નોકરી છે ટાવર લાલટેન ચેન્જરની, જેની અમેરિકાના સાઉથ ડેકોટામાં પોસ્ટ બહાર પડી છે. તેમા તમારે 600 મીટર કરતા વધુ ઊંચા સિગ્નલ ટાવર પર ચડીને તેના બલ્બ બદલવા પડશે. આ ટાવર સામાન્ય ટાવર કરતા થોડાં અલગ હોય છે. તમે જેમ ઊંચાઈ પર પહોંચો તેમ તેનો ઉપરનો ભાગ પાતળો થતો જાય છે. તેની ટોચ પર પહોંચવા અને ત્યાં ઊભા રહીને બલ્બ બદલવા, ખૂબ જ મુશ્કેલ ટાસ્ક છે. ઉપર ચડવા માટે સેફ્ટીના નામ પર માત્ર એક સેફ્ટી કેબલનો જ ઉપયોગ થાય છે.
મિરર યુકે અનુસાર, આ નોકરીની સૌથી આવશ્યક શરત એ છે કે, અરજી કરનારને ઊંચાઈથી ડર ના લાગવો જોઈએ. તે શારીરિક રીતે એકદમ ફિટ હોય. એક વર્ષ કરતા ઓછો અનુભવ ધરાવતા લોકો પણ તેના માટે અરજી કરી શકે છે. સેલરી એક્સપીરિયન્સ પર આધારિત હશે. પરંતુ, શરૂઆતી ઇન્કમ પણ સામાન્ય કરતા ઘણી વધુ હશે.
જણાવવામાં આવ્યું કે, જમીનથી 600 મીટર ઊંચા ટાવરના ટોપ પર ચડવામાં આશરે 3 કલાકનો સમય લાગે છે. એટલો જ સમય ઉતરવામાં પણ લાગશે. એટલે નોકરી 6-7 કલાકની રહેશે. આ ઉપરાંત, ટાવરના ટોપ પર 100 કિમી/કલાકની સ્પીડથી હવા પણ ચાલતી રહે છે, જે લાઇટ બલ્બ બદલવાના ટાસ્કને વધુ પડકારજનક બનાવી દે છે. જે વ્યક્તિ આ કામ કરશે, તેને 100000 પાઉન્ડ (આશરે 1 કરોડ રૂપિયા) વાર્ષિક સેલેરી પેકેજ મળશે. દર 6 મહિનામાં એકથી બેવાર જ કોઈ ટાવરનો બલ્બ ચેન્જ કરવાનો હોય છે. વ્યક્તિએ એકલા જ ટાવર પર ચડીને આ કામ કરવાનું રહેશે.
આ નોકરીની જાહેરાત ટિકટોક પર છવાઈ ગઈ છે. જોકે, આટલી સેલેરી હોવા છતા અપ્લાઈ કરનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. કારણ કે, કામ ખૂબ જ રિસ્કી છે. સૌથી પહેલા જાહેરાતને Science8888 નામના અકાઉન્ટ પર શેર કરવામાં આ હતી, જેને અત્યારસુધીમાં લાખોવાર જોવાઈ ચુકી છે. જાહેરાતવાળા વીડિયોમાં એક વ્યક્તિ ઊંચા પોલ પર ચડતો દેખાય છે. કેપ્શનમાં લખ્યું છે- દરેક વ્યક્તિ આ કામને નથી કરી શકતી. જોકે, આ વાયરલ દાવાની પુષ્ટિ નથી થઈ શકી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp