પાકિસ્તાનમાંથી વિમાનમાં ભરાઇ-ભરાઇને 10 લાખ ભિખારીઓ વિદેશ ગયા છે

PC: dailytimes.com.pk

પાકિસ્તાન(Pakistan) સરકારની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીમાં ચોંકાવનારી વાત કહેવામાં આવી છે. વિદેશમાં પાકિસ્તાનના નાગરિકો મોટી સંખ્યામાં  ભીખ માંગવામાં વ્યસ્ત છે, જેના કારણે તેમને જેલ પણ જવું પડે છે. વિદેશી દેશોમાં સ્થાયી થયેલા પાકિસ્તાની નાગરિકોના મુદ્દે સેનેટર જીશાન ખાનઝાદાએ સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું હતું કે પાકિસ્તાનના લગભગ 10 લાખ નાગરિકો વિદેશમાં છે, જેમાંથી મોટી સંખ્યામાં ભીખ માંગવામાં વ્યસ્ત છે અને પાકિસ્તાનથી વિમાનમાં ભરાઇ ભરાઇને ભિખારીઓ વિદેશ જઇ રહ્યા છે.

ભારતનો પડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પરંતુ આ વખતે પોતાના ભિખારીઓને કારણે પાકિસ્તાન ચર્ચામાં છે. જાણવા મળેલી માહિતી મુજબ વિદેશામાં જેટલાં પણ ભિખારીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી 90 ટકા પાકિસ્તાનના ભિખારીઓ હોવાનું સામે આવ્યું છે. ઇરાન અને સાઉદી અરબની જેલોમાં મોટી સંખ્યામાં પાકિસ્તીની ભિખારીઓ બંધ છે.

પાકિસ્તાન સરકારની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીમાં જણાવવામાં આવ્યું હતું કે વિદેશમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો ભીખ માંગવામાં લાગેલા છે, જેના કારણે તેમને જેલમાં જવું પડે છે. ઓવરસીઝ પાકિસ્તાની મંત્રાલયના સચિવ ઝીશાન ખાનઝાદાએ સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું કે પાકિસ્તાનના લગભગ 10 લાખ નાગરિકો વિદેશમાં છે, જેમાંથી મોટી સંખ્યામાં ભીખ માંગવામાં વ્યસ્ત છે. પાકિસ્તાનના આ લોકો વિઝા મેળવીને અન્ય દેશોમાં ભિખ માંગવા પહોંચી જાય છે.

ઝીશાન ખાનઝાદાએ જણાવ્યુ કે અનેક કિસ્સાઓમાં એવું બને છે કે પાકિસ્તાનથી રવાના થતી આખે આખી ફ્લાઇટ ભિખારીઓથી ભરેલી હોય છે. અરબ દેશોમાં ધરપકડ કરાયેલા 90 ટકા ભિખારી પાકિસ્તાની છે.

ખાનઝાદાએ કહ્યુ કે સઉદી આરબમાં પકડાયેલા ખિસ્સા કાતરું પાકિસ્તાની છે અને સામાન્ય રીતે ઉમરા વિઝા પર સાઉદી અરબમાં ભિખ માંગવા ગયા છે. ઇરાન અને સાઉદી અરબ વિરોધ કરી ચૂક્યા છે કે પાકિસ્તાની ભિખારીઓથી તેમની જેલો ભરાઇ રહી છે.

પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષથી સ્થિતિ એવી જ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સહિત ઘણા દેશો પાસેથી લોન લેવા છતાં પાકિસ્તાનની હાલત ખરાબ છે. દરમિયાન વિશ્વ બેંકના એક અહેવાલે દેશને વધુ મુશ્કેલીમાં મુકી દીધો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગરીબીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. નબળી આર્થિક સ્થિતિને કારણે 1.25 કરોડથી વધુ લોકો તેનો શિકાર બન્યા છે અને દેશે નાણાકીય સ્થિરતા હાંસલ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp