એક ખીસકોલીના કારણે 2 સ્કૂલ સહિત 10 હજાર ઘરોની બત્તી ગુલ

PC: theguardian.com

તમે વિચાર્યું પણ નહીં હશે કે, એક નાની ખિસકોલીના આખા શહેરને હેરાન કરી શકે છે. અમેરિકાના વર્જીનિયા શહેરમાં એક આવો જ કિસ્સો બન્યો છે. અહીં એક ખિસકોલીના કારણે 10 હજાર ઘરો અને 2 સ્કૂલોની વિજળી ચાલી ગઇ છે. વિસ્તારમાં વિજળી આપૂર્તિ કરનારી કંપનીના સબ સ્ટેશનની વિજળી સપ્લાઇમાં ફોલ્ટ આવી ગયો અ તે વિસ્તારમાં લગભગ 1 કલાક સુધી લોકો વગર વિજળીએ હેરાન થયા. વિજળી વિભાગે ઘણી કોશિશ બાદ સમસ્યાને દૂર કરી અને વિજળી સપ્લાઇ ચાલુ કરી.

આ ઘટના અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં 7મી સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે લગભગ 8.45 કલાકે થઇ. ડોમિનિયન એનર્જીની પ્રવક્તા બોનિતા બિલિંગ્સલી હેરિસે એક ટ્વીટ કરતા કહ્યું કે, 7મી સપ્ટેમ્બરના રોજ સવારે એક સમયે એક ખિસકોલી એક સબ સ્ટેશનના એક સર્કિટ બ્રેકર અને ટ્રાન્સફોર્મર વચ્ચે ઘુસી ગઇ હતી. તેનાથી સ્પાર્ક થયો અને ટ્રાન્સફોર્મર ખરાબ થઇ ગયું. તેનાથી ખીસકોલીનું પણ મોત થયું. બોનિટાએ કહ્યું કે, આ ફોલ્ટને શોધવામાં એક કલાકથી વધારેનો સમય લાગ્યો.

તેમણે કહ્યું કે, સબ સ્ટેશનમાં જીવ જંતુઓને ઘુસવાથી રોકવા માટે જાળીઓ લગાવવામાં આવી છે, પણ આ વખતે ખબર નથી કે, ખીસકોલી અંદર કઇ રીતે ગઇ અને થોડી જ પળોમાં આ પ્રકારનું મોટું નુકસાન થયું. તેમણે કહ્યું કે, વિજળી કપાતા પહેલા કેમ્પ્સવિલ હાઇ સ્કૂલ અને ફેરફીલ્ડ એલીમેન્ટ્રી સ્કૂલ પણ પ્રભાવિત થઇ. આ જગ્યા પર લગભગ 1 કલાક બાદ જ્યારે ફોલ્ટ ઠીક કરવામાં આવ્યો ત્યારે વિજળી ફરીથી ચાલુ થઇ ગઇ.

ખિસકોલી દ્વારા વિજળી સપ્લાઇ ઠપ થઇ જવાની ખબર ખૂબ ફેલાઇ ગઇ. આ વાત લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગઇ. લોકો આ ખબરને અલગ અલગ પ્લેટફોર્મ પર ઉઠાવીને પોત પોતાની રીતે શેર કરવા લાગ્યા હતા. અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ આ ખબર પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા હતા અને બીજી બાજુ અન્ય લોકો તેને વિજળી વિભાગની બેદરકારી ગણાવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp