આ જગ્યાએ એક જ હૉસ્પિટલની 11 નર્સ એક સાથે જ થઈ ગઈ પ્રેગ્નન્ટ

PC: ghpage.com

દેશ અને દુનિયામાં કેટલાક કિસ્સાઓ એવા બનતા હોય જે આપણને વિચારતા કરી મુકે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હૉસ્પિટલના જુદા-જુદા ત્રણ વિભાગની 11 મહિલાઓ પ્રેગનન્ટ થઇ છે. જેને લઈને લોકો હળવી રમુજ પણ કરી રહ્યા છે કે, આ હૉસ્પિટલના પાણીમાં કંઈક મિક્સ કરવામાં આવ્યું હશે.

આ કિસ્સો અમેરિકાના મિજુરી રાજ્યનો છે. અહીં લિબર્ટી નામની હોસ્પિટલ આવેલી છે. આ હૉસ્પિટલની 10 નર્સ અને એક ડૉક્ટર એક સાથે પ્રેગનન્ટ થઇ છે. આ તમામ આ વર્ષે બાળકોને જન્મ આપશે. જો તમને એ જાણીને આશ્ચર્ય થતું હોય તો તમને જણાવી દઈએ કે, આ કોઈ પ્લાનિંગ પ્રમાણે કરવામાં આવ્યું નથી. આ માત્ર એક સંયોગ છે કે, 11 મેડીકલ સ્ટાફની મહિલા એક સમયે જ પ્રેગનન્ટ થઇ ગઈ. FOX4 KC સાથેની વાતચીતમાં બર્થિંગ કેન્દ્રના ડિરેક્ટર નિકી કોલિંગે કહ્યું કે, તે લોકો મોટાભાગે એક સાથે કામ કરે છે, પરંતુ આ પહેલા એક સાથે 10 મહિલાઓ પ્રેગનન્ટ થઇ નથી. લેબર અને ડિલિવરી નર્સ કેટી બેસ્ટજેનની 20 જુલાઈએ ડિલિવરી થવાની છે. જયારે અન્ય એક નર્સ થેરેસ આયરમની ડિલિવરી નવેમ્બરના અંતમાં થવાની છે.

ગુડ મોર્નિંગ અમેરિકા સાથેની વાતચીતમાં 29 વર્ષની હન્ના મિલરે કહ્યું કે,  અહીં ઘણી બધી નર્સ એવી છે કે, જે કહે છે કે અમે આ હૉસ્પિટલનું પાણી પીવાના નથી. એક રાત્રે તો એક નર્સ પોતાની પાણીની બોટલ લઈને આવી હતી. ત્યારબાદ તેની મસ્તી કરવામાં આવતી હતી. પોતાના બીજા બાળકના જન્મની રાહ જોતી ડૉ. એન્ના ગોરમેને કહ્યું હ્યું કે, હું માનું છું કે ખુબ જ યુનિક છે કારણે બધા એક જ યુનિટના છે. એક સાથે આટલી મહિલાઓ પ્રેગનેન્સીને મદદરૂપ માને છે. કારણ કે, કોઈ ટિપ્સ કે સલાહ માટે તેઓ પોતાની કલિગ સાથે તાત્કાલિક સંપર્ક કરી શકે છે.

બર્ન્સ નામની એક પ્રેગનેન્ટ નર્સે કહ્યું હતું કે, સાથે પ્રેગનેન્ટ થવાને કારણે મને ખુબ મદદ મળે છે અને હું આરામદાયક લાગણી અનુભવું છે. આ ઉપરાંત અન્ય એક પ્રેગનન્ટ નર્સે કહ્યું કે, આ એક અનોખો અનુભવ છે. એક બીજાનો સપોર્ટ હોવો અને પ્રેગનન્સી દરમિયાન સાથે રહેવું તે અત્યાર સુધીનો સૌથી સારો અનુભવ રહ્યો છે. આ પહેલા 2019મા મેડિકલ સેન્ટરના લેબર અને ડિલિવરી વિભાગની 9 નર્સ એક સાથે પ્રેગનન્ટ થઇ હતી. જયારે વર્ષ 2018મા એન્ડરસન હૉસ્પિટલના પ્રસુતિ વિભાગમાં કામ કરતી 8 મહિલાઓ એક સાથે પ્રેગનન્ટ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp