121 વર્ષ જૂની કેડબરી ચોકલેટની થશે હરાજી, હવે ખાઇ શકાય નહીં છતાં આ છે કિંમત .

121 વર્ષ જૂની કેડબરી ચોકલેટની હરાજી કરવામાં આવી રહી છે. જો તમને જાણ ન હોય તો કેડબરી ખૂબ જ જૂની કંપની છે. આ ખાસ ચોકલેટની રસપ્રદ સ્ટોરી પણ છે. આને 1902માં એક બાળકીને શાળામાં ખાસ અવસરે આપવામાં આવી હતી. તે છોકરીએ આ ચોકલેટની ખાવાના સ્થાને સંભાળીને રાખી. ત્યારથી લઇ અત્યાર સુધી તે છોકરીના પરિવારે આ ચોકલેટ સંભાળીને રાખી છે.
સ્ટોરી શું છે
1902માં ઈંગ્લેન્ડના કિંગ એડવર્ડ VII અને ક્વીન એલેગ્ઝેંડ્રાને તાજપોશી સમયે આ ચોકલેટ બનાવવામાં આવી હતી. તે સમયે બાળકોને સરળતાથી મોંઘી ચોકલેટો મળતી નહોતી. માટે જ્યારે સ્કૂલમાં ભણતી 9 વર્ષથી મેરી એનને આ ચોકલેટ મળી તો તેણે તેને સંભાળીને રાખી. આ કારણે આજના સમયમાં આ ચોકલેટની ખૂબ જ વધુ કિંમત છે.
પરિવારે સાચવી રાખી
રિપોર્ટ અનુસાર, આ વેનિલા ચોકલેટ મેરીના પરિવાર પાસે વર્ષોથી છે. પણ હવે મેરીની પૌત્રીએ તેને હરાજીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. મેરીની પૌત્રી જીન થોમ્પ્સન 72 વર્ષની છે. જીન આ ચોકલેટના ડબ્બાને લઇ હૈનસનના હરાજીકર્તાઓ પાસે લઇ પહોંચી તો લોકોને તેના અસ્તિત્વની જાણકારી મળી. આના પર કિંગ અને ક્વીનની તસવીર પણ છે.
આ છે કિંમત
આ ચોકલેટ માટે ઓછામાં ઓછા 100 ડૉલરથી 150 ડૉલરની બોલી લાગી શકે છે. એટલે કે 16 હજાર રૂપિયા. હરાજીકર્ચા મોર્વેન ફેયરલીએ કહ્યુ કે આનાથી વધારે પૈસા મળી શકે છે કારણ કે ક્યારેક લોકો ઈતિહાસ માટે આશા કરતા વધારે બોલી લગાવે છે. આ એ વાત પર આધાર રાખે છે કે શાહી અને ઐતિહાસિક વસ્તુઓ કોણ ભેગી કરી રહ્યું છે.
121 વર્ષ જૂની ચોકલેટ ક્યારની એક્સપાયરી થઇ ચૂકી છે. માટે તે ખાવાલાયક નથી અને કોઇ તેને ખાશે પણ નહીં. પણ જ્યારે આ ડબ્બાને ખોલવામાં આવે છે તો ખૂબ જ સરસ સુગંધ આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp