બાળકોને મોબાઇલ રમવા ન આપો, 13 વર્ષની છોકરીએ એકાઉન્ટ જોડી દેતા કપાયા 53 લાખ

PC: lokmat.com

જો તમે પણ તમારા બાળકોને ફોન પકડાવી દેતા હોય તો સાવધાન થઇ જાવ! આ ઓનલાઈન દુનિયામાં બાળકો પર અંકુશ જાળવો, નહીં તો તેમની પણ આવી જ હાલત થશે. ચીનમાં એક છોકરીએ ઓનલાઈન ગેમ પર એટલા પૈસા લૂંટાવી દીધા કે તમે કલ્પના પણ નહીં કરી શકો. છોકરીએ એક યુક્તિ અપનાવીને પોતાની માતાનું આખું ખાતું ખાલી કરી નાખ્યું. માતાએ જોયું તો ખાતામાં માત્ર થોડા પૈસા બચ્યા હતા જેમાં લાખો રૂપિયા હતા. ચીનના સોશિયલ મીડિયામાં આ સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મધ્ય ચીનના હેનાન પ્રાંતની આ છોકરી સતત ફોન પર બેસી રહેતી હતી. મોબાઈલમાં રમતો રમ્યા કરતી હતી. માતાએ ઘણી વખત તેને આ બાબતે ટોકી હતી, પણ તે માની ન હતી. તેને તેના સ્માર્ટફોન પર પે-ટુ-પ્લે ગેમની લત લાગી ગઈ હતી. એમાં પૈસાની જરૂર હતી એટલે ફોનને માતાના ખાતા સાથે જોડી દીધો. છોકરીએ તેનો સહારો લીધો અને ગેમિંગ એપને પણ એકાઉન્ટ સાથે લિંક કરી. તેની પાસેથી પૈસા કપાવા લાગ્યા. છતાં માતાને ખબર ન પડી. એક દિવસ શિક્ષકે તેને આમ કરતા જોઈ. તેણે તરત જ તેની માતાને આ અંગે જાણ કરી.

જ્યારે માતાએ તેનું બેંક બેલેન્સ ચેક કર્યું તો તેણે માથું પકડી લીધું. જે ખાતામાં એક સમયે 449,500 યુઆન એટલે કે લગભગ 52.71 લાખ રૂપિયા હતા, હવે તેમાં માત્ર 5 રૂપિયા બચ્યા છે. ચીનના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓ બેંક સ્ટેટમેન્ટ બતાવતી જોવા મળી રહી છે. તેમાં તેની પુત્રીએ ઓનલાઈન ગેમ્સ માટે ચૂકવણી કરવા માટે કરેલા દરેક વ્યવહારની વિગતો છે. જ્યારે તેના પિતાએ પૂછ્યું કે, તેણે પૈસા ક્યાં ખર્ચ્યા તો છોકરીએ જે કહ્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો.

બાળકીએ જણાવ્યું કે તેમાંથી તેણે 14 લાખ રૂપિયાથી ઓનલાઈન ગેમ ખરીદી. માત્ર પોતે જ નહીં, તેણે તે જ પૈસાથી તેના 10 મિત્રો માટે ગેમ પણ ખરીદી, જેથી તેઓ સાથે રમી શકે. તેના પર લગભગ 12 લાખનો ખર્ચ થયો. છોકરીએ ખૂબ જ નિર્દોષતાથી કહ્યું, પહેલા મેં મારા મિત્રોને ના પાડી પરંતુ જ્યારે તેઓએ કહ્યું કે, તેમની પાસે પૈસા નથી ત્યારે મેં તે ખરીદ્યું છે. છોકરીએ કહ્યું કે, તે પૈસા વિશે વધુ સમજી શકતી નથી કે તે ક્યાંથી આવ્યા અને જ્યારે તેને ઘરે ડેબિટ કાર્ડ મળ્યું, તેણે તેને તેના સ્માર્ટફોન સાથે લિંક કર્યું. તેને એ પણ યાદ છે કે, જ્યારે તે આજુબાજુ ન હોય ત્યારે તેને પૈસાની જરૂર પડે ત્યારે તેની માતા કાર્ડનો પાસવર્ડ બતાવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp