બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રચંડ વિસ્ફોટ, 16ના મોત, 100થી વધુને ઈજા

PC: jagran.com

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ઈમારતમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછાં 16 લોકોના મોત થઈ ગયા છે. ધમાકો એટલો તીવ્ર હતો કે તેની ચપેટમાં આવીને 100 કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. ઈજાગ્રસ્તોમાં ઘણા ગંભીરરીતે ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ધમાકા બાદ ઘટનાસ્થળ પર ભારે સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ધમાકો એટલો પ્રચંડ હતો કે, ઘટના સ્થળથી ઘણે દૂર સુધી ધુમાડો દેખાઈ રહ્યો હતો. વિસ્ફોટની જાણકારી મળતા જ ઘટના સ્થળ પર સ્થાનિક લાશ્કરોની ટીમ પહોંચી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ઘટના સ્થળ પર બચાવ તેમજ સુરક્ષા અભિયાન ચાલી રહ્યું છે. એક અધિકારીએ કહ્યું કે, વિસ્ફોટ મંગળવારે ઢાકાના ભીડભાડવાળા બજારમાં થયો હતો. વિસ્ફોટનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. તેમણે કહ્યું કે, મરનારાઓની સંખ્યા ઘણી વધી શકે છે.

સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, વિસ્ફોટ બાદ પાંચ લાશ્કરોની ટીમ ઘટના સ્થળ પર મોકલવામાં આવી. ઘમાકો સાંજે 4.50 વાગ્યે થયો. પોલીસે જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ તમામની હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે. ઈમારતના નીચેના ભાગે સેનિટરી ઉત્પાદનો માટે ઘણા સ્ટોર છે અને તેની બાજુમાં BRAC બેંકની એક બ્રાન્ચ પણ આવેલી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્ફોટથી રસ્તાની સામેની બાજુએ ઊભી રહેલી એક બસને પણ નુકસાન પહોંચ્યુ છે. ધમાકા બાદ ઓછામાં ઓછાં 45 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ અગાઉ 4 માર્ચે બાંગ્લાદેશમાં ચટગામ સીતાકુંડ ઉપજિલ્લાના કદમ રસૂલ (કેશબપુર) ક્ષેત્રમાં એક ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ થવાના કારણે છ લોકોના મોત થયા હતા. આ ધમાકામાં 30 કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ધમાકો એટલો પ્રચંડ હતો કે ઓક્સિજન પ્લાન્ટથી બે કિલોમીટર દૂર ઈમારતોમાં પણ તેનો ધડાકો સંભળાયો હતો.

વિસ્ફોટમાં પાંચ લોકોના મોત ઓક્સિજન પ્લાન્ટમાં જ થઈ ગયા હતા. જ્યારે, ઓક્સિજન પ્લાન્ટની નજીક એક કિલોમીટર દૂર દુકાનમાં બેઠેલા 65 વર્ષના શમશુલ આલમનું એક વસ્તુ તેમના પર પડવાનું કારણે મોત થઈ ગયુ હતું. મૃતકના ભાઈએ જણાવ્યું કે, વિસ્ફોટ બાદ આશરે 250-300 કિલો વજનની એક વસ્તુ તેમના પર પડી અને તેમનું ઘટનાસ્થળ જ મોત થઈ ગયુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp