પ્રેગ્નન્સીના કારણે મહિલા કર્મચારીને કાઢી મૂકી, કંપનીના બોસને 15 લાખ ચૂકવવા પડશે

PC: metro.co.uk

20 લાખના વાર્ષિક પેકેજ પર કામ કરતી મહિલાને ગર્ભવતી હોવાના કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ પછી, મહિલા કર્મચારીએ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી, મહિલા આ કેસમાં જીતી ગઈ અને લાખો રૂપિયાનું વળતર મેળવ્યું. મહિલાને આઠ વખત ગર્ભપાત થઇ ચુક્યો હતો.

એડમિન વર્કર તરીકે કામ કરતી મહિલાએ તેના મહિલા બોસને કહ્યું કે તે ગર્ભવતી છે, આ સાંભળીને કંપનીએ તેને તરત જ કાઢી મૂકી. મહિલાને આ કેસમાં રોજગાર ટ્રિબ્યુનલ તરફથી 15 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે.

34 વર્ષની ચાર્લોટ લીચ, 20 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર મે 2021થી UKના એસેક્સ સ્થિત સિક્યુરિટી સિસ્ટમ સપ્લાયર કંપની CIS સર્વિસિસમાં કામ કરતી હતી. પરંતુ, આ કંપનીએ તેણીને ગર્ભવતી થયા બાદ બળજબરીથી નોકરીમાંથી કાઢી મુકી હતી.

ચાર્લોટે તેની પ્રેગ્નન્સી વિશે કંપનીના હેડ ઓફ કમ્પ્લાયન્સ નિકોલા કાલ્ડરને જાણ કરી હતી. ચાર્લોટે નિકોલાને કહ્યું હતું કે, તેણીને ભૂતકાળમાં ઘણી કસુવાવડ થઈ ગઈ છે, તેથી તેણી તેના આ આવનારા બાળક વિશે ખૂબ જ ચિંતિત છે.

શાર્લોટની વાત સાંભળીને નિકોલાએ કોઈ ખાતરી આપી નહીં. એવો દાવો કરવામાં આવે છે કે, નિકોલાએ ચાર્લોટને કહ્યું હતું કે, તે પ્રસૂતિ રજા માટે લાયક નથી. આ પછી ચાર્લોટને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. શાર્લોટે કહ્યું કે, નોકરી ન હોવાના ટેન્શનમાં તેણે પોતાનું બાળક ગુમાવવું પડ્યું. શાર્લોટને આઠમી વખત કસુવાવડ થઇ. શાર્લોટ પણ 6 વર્ષના રિલેશનશિપ બાદ તેના પાર્ટનરથી અલગ થઈ ગઈ હતી.

આ ભેદભાવ પછી જ ચાર્લોટે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો અને કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો. ટ્રિબ્યુનલે કંપનીના વલણને ભેદભાવપૂર્ણ ગણાવ્યું, જેના પરિણામે શાર્લોટને 15 લાખ રૂપિયાનું વળતર મળ્યું.

ચાર્લોટે ટ્રિબ્યુનલના નિર્ણય પર કહ્યું કે, નોકરી છોડ્યા બાદ તે ખરાબ રીતે પરેશાન થઈ ગઈ હતી. તેના આખા જીવનમાં ઉથલ-પાથલ થઇ ગઈ નોકરી છૂટ્યા બાદ તે અવારનવાર અચાનક ગભરાઈ જતી હતી.

આ કિસ્સામાં, કાલ્ડરે ટ્રિબ્યુનલ સમક્ષ પોતાનો ખુલાસો પણ આપ્યો, કાલ્ડરે કહ્યું કે ચાર્લોટે કરાર પર હસ્તાક્ષર કર્યા નહોતા, તેથી તે પ્રસૂતિની રજા લેવા માટે પાત્ર ન હતી. આ પછી જ તેને નોકરી છોડવાનું કહેવામાં આવ્યું. જ્યારે, કાલ્ડરે કથિત રીતે એવો પણ આરોપ મૂક્યો હતો કે ચાર્લોટ પહેલેથી જ નોકરી છોડી દેવાનું મન બનાવી ચૂકી હતી. તેણે એક મિટીંગ દરમિયાન આ સંકેત આપ્યો હતો.

ચાર્લોટે કહ્યું કે, જ્યારે તેને નોકરી છોડવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે તેના બોસ કાલ્ડર અને કંપનીના ડિરેક્ટર ક્રિસ ક્લાર્કને ઈમેલ મોકલ્યો. ઈમેલમાં તેણે લખ્યું છે કે, કંપનીના નિર્ણયથી તેને દુઃખ થયું છે અને તે આર્થિક મુશ્કેલીમાં આવી ગઈ છે. એવું લાગે છે કે તે અને તેનું બાળક કંપનીને લાયક નથી.

શાર્લોટે આગળ લખ્યું કે, તેનું હૃદય તૂટી ગયું છે, તે ખૂબ જ દુઃખી છે કે, તેને કંપનીના HR અને ડિરેક્ટર તરફથી કોઈ સપોર્ટ મળ્યો નથી.

એમ્પ્લોયમેન્ટ જજ કેરોલ પોર્ટરે કહ્યું કે, ચાર્લોટે તેના બોસ કાલ્ડર સાથે ભાવનાત્મક રીતે વાત કરી, પરંતુ બોસે તેનો ફાયદો ઉઠાવ્યો અને તેને નોકરીમાંથી કાઢી મૂકી.

UKના એસેક્સમાં રહેતી પીડિત શાર્લોટે કહ્યું કે, તેને આશા છે કે આ નિર્ણય બાદ મહિલાઓ પ્રેગ્નન્સી બાદ થતા ભેદભાવ સામે અવાજ ઉઠાવશે. મહિલાઓ હવે તેના કેસનું ઉદાહરણ આપી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp