વિશ્વની સૌથી મોંધામાં મોંઘી કાર રૂ. 1109 કરોડમાં વેચાઇ

PC: turbologo.com

વિશ્વના અનેક દેશોમાં એન્ટીક ચીજવસ્તુઓની હરાજી કરવામાં આવતી હોય છે અને તેના લાખો- કરોડો રૂપિયાની બોલી લાગતી હોય છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, વિશ્વની મોંઘામાં મોંઘી કારની કિંમત શું હોઈ શકે છે ?

AUDI થી લઈને BMW કે FERRARI સુધી તમે કોઈ પણ લક્ઝરીકર વિષે વિચારીને જુઓ. તમે કારની કિંમત 2 કરોડ કે 20 કરોડ સુધી જ વિચારી શકશો. પરંતુ આજે અમે તમને એક એવી કાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની કિંમત તમારા વિચારોથી વધુ છે. આ કાર મર્સીડીઝ બેંઝ કંપનીની છે. જેના એક મોડેલની હરાજી જર્મનીમાં આવેલા મર્સીડીઝ બેંઝ મ્યુઝિયમ ખાતે કરવામાં આવી હતી. 

આ કાર છે 1955ની એક મર્સીડીઝ બેંઝ અને તેની કિંમત છે 14.3 કરોડ ડોલર (1109 કરોડ રૂપિયા) છે. આથી આ કાર વિશ્વની સૌથી મોંઘી કાર છે. આ કારની હરાજી કરનાર કંપની RM SOTHEBYનું કહેવું છે કે મર્સીડીઝ બેંઝના રેસિંગ વિભાગે આવી ફક્ત બે કાર જ બનાવી હતી. આ કારનું નામ તેને બનાવનાર RUDOLF UHLENHAUT ના નામથી જ રાખવામાં આવ્યું હતું.

આ કારનું નામ મર્સીડીઝ બેંઝ 300 SLR UHLENHAUT COUPE છે. આ કારના એક મોડેલને એક પ્રાઈવેટ કલેકટરે ખરીદ્યું છે. જો કે કંપનીએ વચન આપ્યું છે કે ખાસ સમયે આ કારણે લોકોને જોવા માટે ખુલ્લી મુકશે. જયારે આ કારનું બીજું મોડેલ હજુ પણ મર્સીડીઝ બેંઝ પાસે રહેશે અને કંપનીના મ્યુઝિયમની શોભા વધારશે.

એએફપીના સમાચાર મુજબ RM SOTHEBYએ આ કારની હરાજી રાખી હતી. વિશ્વની કેટલીક ક્લાસિક કારની હરાજી 5 મેના દિવસે જર્મનીના મર્સીડીઝ બેંઝ મ્યુઝિયમમાં થઇ હતી. મર્સીડીઝની આ કારની કિંમત આ પહેલા વિશ્વની સૌથી મોંઘી રહેલી કાર 1962ની FERRARI 250 GTOથી અંદાજે ત્રણ ગણી વધારે છે. FERRARIનું આ 1962 મોડેલ 4.8 કરોડ ડોલર અંદાજે (372 કરોડ રૂપિયા)માં વેંચવામાં આવ્યું હતું.

વિશ્વના અનેક દેશોમાં અવારનવાર એન્ટીક વસ્તુઓની હરાજી કરવામાં આવતી હોય છે અને જેની હરાજીમાં કરોડો રૂપિયા ઉપજતા હોય છે. ત્યારે મર્સીડીઝ બેંઝની આ કારની પણ હરાજી કરવામાં આવી હતી. ખરેખર કોઈ કાર આટલી મોંઘી હશે તેવું કોઈ વિચારી પણ શકે ત્યારે આટલી મોંઘી કારની હરાજી પણ થઇ અને તેને ખરીદનાર પણ મળી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp