ઓસ્ટ્રેલિયામાં હવામાં 2 હેલિકોપ્ટર અથડાયા, 4 લોકોના કરૂણ મોત

PC: aajtak.in

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં બે હેલિકોપ્ટર હવામાં જોરદાર ટકરાયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ક્વીન્સલેન્ડ પોલીસના ઈન્સ્પેક્ટર ગેરી વોરેલના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગોલ્ડ કોસ્ટ પર સ્થિત પ્રખ્યાત પર્યટન સ્થળ C વર્લ્ડ રિસોર્ટ પાસે થયો હતો. ગેરીએ જણાવ્યું કે, જ્યારે એક હેલિકોપ્ટર લેન્ડિંગની પ્રક્રિયામાં હતું, ત્યારે બીજું ટેકઓફ કરી રહ્યું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના બાદ એક હેલિકોપ્ટર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું, જ્યારે અન્ય એક દુર્ઘટના બાદ તરત જ ક્રેશ થઈ ગયું. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા મોટાભાગના મુસાફરો તૂટી પડેલા હેલિકોપ્ટરમાં સવાર હતા. દુર્ઘટના બાદ સુરક્ષિત લેન્ડિંગ કરનાર હેલિકોપ્ટરનો કાચ તૂટી ગયો હતો અને તેમાં બેઠેલા લોકો પર અથડાયો હતો, ત્યારબાદ ઘણા મુસાફરોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

દુર્ઘટના બાદ તરત જ સમુદ્ર કિનારા પર હાજર લોકોએ તાત્કાલિક અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં હાજર જેટ સ્કી અને બોટને ઘાયલો સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને તેમને કિનારા પર લાવીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઑસ્ટ્રેલિયાનું દરિયાઈ રિસોર્ટ જેની નજીક આ દુર્ઘટના થઈ છે તે ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળ છે.

તાજેતરમાં, 26 સપ્ટેમ્બર 2022ના રોજ, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં PAK આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 2 પાયલટ સહિત 6 પાકિસ્તાની અધિકારીઓના મોત થયા હતા. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની આર્મીના હેલિકોપ્ટરને તોડી પાડવાનો દાવો કર્યો છે. BLAએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓએ પાકિસ્તાની સેનાના બે જવાનોનું પણ અપહરણ કર્યું હતું.

પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર બલૂચિસ્તાનથી હરનાઈમાં હતું. પાકિસ્તાની સેનાના અધિકારીઓ કોઈ મિશન પર હતા. પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે, 2 પાયલટ સહિત વિમાનમાં સવાર તમામ 6 અધિકારીઓ માર્યા ગયા છે. જોકે, સેના દ્વારા ક્રેશ થવાનું કારણ જણાવવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp