2 વર્ષનો બાળક 8 ઈન્જેક્શનની સોય ગળી ગયો, માતાએ જણાવ્યું કેવી રીતે બની આ ઘટના

નાનપણથી જ આપણે નાના બાળકો વિશે આ એક જ વાત સાંભળતા આવ્યા છીએ. તેમની પાસે છરી, માચીસ અથવા અન્ય કોઈપણ ખતરનાક વસ્તુઓ ન હોવી જોઈએ. જેના કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી હોય છે. પરંતુ તેમ છતાં પણ, દરરોજ કોઈને કોઈ બાળકો સાથે બની રહેલી આવી ઘટનાના સમાચાર બહાર આવી રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ પરિવારના સભ્યોની બેદરકારી જ હોય છે. નાના બાળકો એ વાતથી અજાણ હોય છે કે, તેમના માટે શું જોખમી છે અને શું નથી. તેઓ દરેક વસ્તુને રમકડું માને છે. આવું જ કંઈક આ બે વર્ષના બાળક સાથે થયું.

આ બાળકે રમત રમતમાં એક સાથે આઠ મેડિકલ ઈન્જેક્શનની સોય ગળી લીધી હતી. બાળકની માતા એ વાતથી અજાણ હતી કે તેનું બાળક કેવી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ મામલો પેરુના ઉત્તર-પૂર્વ વિસ્તારનો છે. ડોક્ટરોએ બાળકનો જીવ તો બચાવી લીધો છે. તેઓએ એક પછી એક તેના શરીરમાં રહેલી સોયને બહાર કાઢી હતી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ડૉક્ટર ઇફરાન સાલઝારે કહ્યું, 'અમે ઓપરેશન થિયેટરમાં તેના પેટ પર ચીરો કર્યો. અમે કેટલીક લોખંડની વસ્તુઓ જોઈ. જ્યારે મેં તેને બહાર કાઢીને જોઈ તો જોયું તો તે સોઈ હતી.'

સ્થાનિક મીડિયાનું કહેવું છે કે, આ સોયનો ઉપયોગ ખેતરમાં રહેતા પ્રાણીઓને રસી આપવા માટે કરવામાં આવતો હતો. બાળકની માતા અહીં કામ કરે છે. બાળકનું નામ હજુ જાહેર થયું નથી. તેમનો પરિવાર રાજધાની લિમાથી 622 Km દૂર ટેરાટોપોના કૃષિ ક્ષેત્રમાં રહે છે. તેની માતા કહે છે, 'કદાચ તે રમત રમતમાં ગળી ગયો હતો.' સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ઓપરેશન કર્યા પછી ડોક્ટરોએ કહ્યું છે કે, બાળકની જિંદગી હવે ખતરાની બહાર છે.

આ પહેલા અમેરિકાથી સમાચાર આવ્યા હતા કે, એક 52 વર્ષની મહિલાએ એપલનું એર પોડ ગળી લીધું છે. તેણે કહ્યું કે તે તેને દવા માનીને ખાઈ લીધું હતું. તે તેના મિત્ર સાથે મોર્નિંગ વોક માટે નીકળી હતી. તે વાતચીતમાં એટલી ખોવાઈ ગઈ હતી કે, તેણે એર પોડને વિટામિનની દવા સમજીને ગળી ગઈ.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.