
બ્રિટનના હૈડ્રિયન વોલ વિસ્તારમાં સ્થિત રોમન સામ્રાજ્યના એક કિલ્લામાંથી 1992ની સાલમાં એક લાકડીનો ટુકડો મળી આવ્યો હતો. આશરે 2000 વર્ષ જૂના આ લાકડીના ટુકડાને પહેલા સિલાઈ કરવાનું એક ટૂલ માનવામાં આવી રહ્યું હતું. જોકે, હવે રિસર્ચર્સનું કહેવુ છે કે આ એક સેક્સ ટોય હોઈ શકે છે. આ સંબંધમાં 19 જાન્યુઆરીના રોજ એક રિસર્ચ પણ એન્ટિક્વિટી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિંડોલેન્ડના રોમન કિલ્લામાં કેટલાક જૂતા અને કપડાંની પાસે આ ટુકડાં પડેલા મળી આવ્યા હતા. તેને પગલે એવુ માનવામાં આવી રહ્યું હતું કે, તેનો ઉપયોગ સિલાઈ કામ કરવા માટે કરવામાં આવતો રહ્યો હશે. જોકે, બાદમાં તે અંગે રિસર્ચ કર્યા બાદ રિસર્ચર્સનું કહેવુ છે કે, એ વાતની પૂરી સંભાવના છે કે, આ લાકડાંના ટુકડાંનો ઉપયોગ સેક્સ ટોય તરીકે કરવામાં આવતો રહ્યો હશે.
રિપોર્ટ્સ અનુસાર, રોમન કિલ્લામાંથી મળી આવેલું લાકડીનું આ ટૂલ પેનિસના આકારનું છે. તે આશરે 6.3 ઈંચ લાંબુ છે. આ સ્ટડી લખવામાં મદદ કરનારા ન્યૂ કાસલ યુનિવર્સિટીના સીનિયર લેક્ચરર રોબ કોલિન્સે આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા CNNને જણાવ્યું હતું કે- એ વાતની પૂરી સંભાવના છે કે આ એક સેક્સ ટોય છે. જો આ વાત સત્ય હશે તો તે રોમન દુનિયાનું પહેલું આવુ ઉદાહરણ હશે. તેમણે આગળ જણાવતા કહ્યું હતું કે- તેને લઈને આપણે આશ્ચર્યનો અનુભવ કરવાની જરૂર નથી. આપણે રોમન આર્ટ અને લિટરેચર દ્વારા જાણીએ જ છીએ કે, તે સમયમાં પણ સેક્સ ટોય્ઝ હતા. જોકે, આપણને અત્યારસુધી તેનો કોઈએ પુરાતાત્વિક પુરાવા મળ્યા ન હતા.
આ અંગે વિશેષજ્ઞોનું કહેવુ છે કે, લાકડીનો આ ટુકડો બંને તરફથી ચીકણો છે. તેમનું એવુ પણ કહેવુ છે કે, બની શકે છે કે તેનો ઉપયોગ ગુડ લક સિમ્બોલ અથવા તો પછી મસાલા પીસવા માટે કરવામાં આવતો હોઈ શકે છે. રિસર્ચર્સે એવુ પણ અનુમાન વ્યક્ત કર્યું કે, તેનો ઉપયોગ લોકોને પ્રતાડિત કરવા માટે પણ કરવામાં આવતો હોઈ શકે છે. લાકડીના આ ટુકડાંને હાલ વિન્ડોલેન્ડ ટ્રસ્ટના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp