23 વર્ષની મહિલા 8 વર્ષની યુવતીના શરીરમાં કેદ, હવે મળી ગયો જીવનસાથી
દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના વિચિત્ર દેખાવ (અજીબ બીમારીઓ)ના કારણે ચર્ચામાં રહે છે. ઘણા લોકોને આઘાતજનક બિમારીઓ થાય છે, જેના કારણે તેઓ અન્ય લોકો કરતા ઘણા અલગ દેખાવા લાગે છે. આવા લોકોને સમાજમાં પોતાનું સ્થાન બનાવવું ખૂબ મુશ્કેલ હોય છે. આજે અમે તમને એવી જ એક મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 23 વર્ષની છે પરંતુ 8 વર્ષની છોકરીના શરીરમાં ફસાઈ ગઈ છે. આને કારણે, લોકો ઘણીવાર તેને તિરસ્કારની નજરથી જુએ છે અને તે દરરોજ પોતાની જાત સાથે સંઘર્ષ કરે છે.
એક 23 વર્ષની મહિલા શૉના રાય લેસિક નામની 8 વર્ષની છોકરીના શરીરમાં ફસાઈ ગઈ છે. શૉના કહે છે કે, તેને આના કારણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. જોકે હવે તેને તેના સપનાનો રાજકુમાર મળી ગયો છે. આનાથી તે ખૂબ જ ખુશ છે. શાઈનાની ઉંચાઈ માત્ર 3 ફૂટ 10 ઈંચ અને વજન 22 કિલો છે. વાસ્તવમાં, તે આઠ વર્ષની હતી ત્યારથી તેની ઊંચાઈ અને વજન સરખું જ રહ્યું છે. ત્યારથી તેના શરીરમાં કોઈ ફેરફાર થયો નથી.
શૉનાની ઉંમર વધતી જતી હતી, પણ શરીર તો એવું જ રહ્યું. તેમને નાની ઉંમરે બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેની સારવારની આડ અસર તેની ઊંચાઈ પર પડી. હવે તેણે પોતાના પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં પોતાની સ્ટોરી જણાવી છે. તેણી કહે છે કે, તેણી અને તેના માતા-પિતા એ હકીકતથી ચિંતિત હતા કે, તેને સારો જીવનસાથી નહીં મળે, પરંતુ તેની શોધ હવે પૂરી થઈ ગઈ છે.
શૉના કહે છે, 'તમે મારી તરફ જોશો તો તમને લાગશે કે, હું એક નાની બાળકી છું. પણ સત્ય એ છે કે હું નાની છોકરી નથી. હું એક સ્ત્રી છું, 23 વર્ષની સ્ત્રી છું, જે 8 વર્ષની છોકરીના શરીરમાં કેદ થઈ ગઈ છે.' જ્યારે તે બારમાં જાય છે, ત્યારે તેને કહેવામાં આવે છે કે, બાળકોને પ્રવેશવાની મંજૂરી નથી. જિમ જવાથી લઈને ટેટૂ કરાવવા સુધી તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શૉના હવે 26 વર્ષના ટ્રેનર ડેન સ્વગાર્ટના પ્રેમમાં પડી ગઈ છે. બંનેની મુલાકાત ઈન્સ્ટાગ્રામ પર થઇ હતી.
શૉના છ વર્ષની હતી જ્યારે ડૉક્ટરને ખબર પડી કે તે બ્રેઈન ટ્યુમરથી પીડિત છે. તેમને ત્રણ વર્ષ સુધી કીમોથેરાપી આપવામાં આવી હતી. તે કહે છે, 'કિમોથેરાપીને કારણે મારી પિચ્યુટરી ગ્રંથિ લગભગ નિષ્ક્રિય થઈ ગઈ હતી. ડૉક્ટરે મને કહ્યું કે, મારી ઊંચાઈ હવે નહીં વધે. મારા હાડકા એકબીજા સાથે જોડાયેલા છે અને મારી ઉંચાઈ 3 ફૂટ 10 ઈંચ છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp