અદાણી ગબડી રહ્યા છે, મુકેશ ટોપ પર જઇ રહ્યા છે, 1 દિવસમાં 28000 કરોડની કમાણી

PC: http://timesofindia.indiatimes.com

સમયની તાસીર જુઓ, એક સમયે દુનિયાના અબજોપતિની યાદીમાં ત્રીજા નંબર પર બિરાજતા ગૌતમ અદાણીની નેટવર્થ છેલ્લાં 20 દિવસથી નીચે જઇ રહી છે, જ્યારે દુનિયાના અબજોપતિની યાદીમાં 12માં નંબરે બિરાજતા મુકેશ અંબાણીની સંપત્તિ નવી ઉંચાઇઓ હાંસલ કરી રહી છે. છેલ્લાં 24 કલાકમાં મુકેશ અંબાણીને 28,000 કરોડનો ફાયદો થયો તો ગૌતમ અદાણીને 17,392 કરોડનું નુકશાન એક જ દિવસમાં થઇ ગયું.મુકેશ અંબાણી પાસેથી આ શિખવા જેવું છે,Slow And Steady Wins The Race

જ્યારથી ગૌતમ અદાણી-હિંડનબર્ગ કેસ સામે આવ્યો છે, ત્યારથી વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં દરરોજ ઉથલપાથલ થઇ રહી છે. ભલે ગૌતમ અદાણી ટોપ-20માંથી બહાર થઈ ગયા હોય, પરંતુ અન્ય એક ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાનું દમખમ બતાવતા જોવા મળી રહ્યા છે. હવે ફરી એકવાર અંબાણીએ મોટી છલાંગ લગાવી છે અને અમીરોની યાદીમાં ટોપ-10માં નવમાં નંબરે આવી ગયા છે. મુકેશ અંબાણીએ છેલ્લાં 24 કલાકમાં 28,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો ગૌતમ અદાણી 24માં સ્થાન પર ચાલ્યા ગયા છે.

રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સોમવારે ટોપ-10 બિલિયોનર્સ લિસ્ટમાં 10માં નંબર પરથી સીધા 12માં નંબર પર પહોંચી ગયા હતા. પરંતુ છેલ્લાં 24 કલાકમાં તેમની કંપનીના શેરોમાં ઉછાળો આવવાને કારણે અંબાણીની નેટવર્થમાં 3.5 અરબ ડોલર એટલે કે 28,000 કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો. Forbes Real Time Billionaires Indexના જણાવ્યા મુજબ એક જ દિવસમાં નેટવર્થ વધવાને કારણે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 85.4 અરબ ડોલર પર પહોંચી ગઇ છે અને તેઓ ફરી ટોપ-10માં નવમાં નંબરે આવી ગયા છે. 

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. અદાણી ગ્રુપ વિશે 24 જાન્યુઆરી, 2023ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલથી, અદાણીની કંપનીઓના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને રોજેરોજ તેમના મોટા ભાગના શેરો નીચલી સર્કિટ મારતા જોવા મળે છે. અદાણી ગ્રુપના માર્કેટ કેપ પર હિંડનબર્ગ રિપોર્ટની અસર એવી હતી કે તે 20 દિવસમાં ઘટીને અડધી થઈ ગઇ છે.અત્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 52.2 અરબ ડોલર છે અને દુનિયાના ધનપતિઓની યાદીમાં સીધા 24મા નંબર પર પહોંચી ગયા છે. છેલ્લાં 24 કલાકમાં ગૌતમ અદાણીને 17,392  કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

બુધવારે શેરબજારમાં અદાણી ગ્રુપની 4 કંપનીઓના શેરની ચાલ પર નજર નાંખીએ તો બપોરે પોણા ત્રણ વાગ્યા સુધીમાં 4 કંપનીઓમાં લોઅર સર્કીટ લાગી હતી. અદાણી પાવર 140,80, અદાણી ગ્રીન એનર્જિ 621, અદાણી ટોટલ ગેસ 1076.40, અદાણી ટ્રાન્સમિશન 1017.45 પર હતા. જો કે, એસીસી, અદાણી પોર્ટસ, અદાણી વિલ્મરના ભાવ થોડા ઉંચા રહ્યા હતા. અંબુજા સીમેન્ટ 2 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝીસના ભાવમાં 1.39 ટકાનો વધારો હતો.

બિલિયોનર્સ  લિસ્ટમાં હજુ પણ પહેલા નંબરે ફ્રાન્સના બર્નાડ આર્નોલ્ટ 215.9 અરબ ડોલર સાથે ટોપ પર છે. બીજા નંબરે 196.5 અરબની નેટવર્થ સાથે એલન મસ્ક,ત્રીજા નંબરે જેફ બેજોસ 122.9 અરબ ડોલર નેટવર્થ, લેરી એલિસન 114.3 અરબ ડોલરની સંપત્તિ સાથે ચોથા નંબરે, વોરેન બફેટ 108.4અરબ ડોલરની સંપત્તિ સાથે પાંચમાં નંબરે, બિલ ગેટ્સ 106.7 અરબ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા નંબરે, કાર્લ્સ સ્લિમ 89.1 અરબ ડોલર સાથે સાતમા નંબરે,સ્ટીવ બાલ્મર 86.5 અરબ ડોલર સાથે આઠમા નંબરે, મુકેશ અંબાણી 85.4 અરબ ડોલરની નેટવર્થ સાથે 9મા નંબરે અને ફ્રંકોઇસ બેટ્ટનકોર્ટ 82.9 અરબ ડોલર સાથે 10માં નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp