3 છોકરાઓએ બાંધ્યો ત્રિવિધ સંબંધ, કહ્યું- દૂર નહીં રહી શકીએ, જલ્દી લગ્ન કરીશું

PC: indiatv.in

સંબંધોની દુનિયા એટલી ઝડપથી બદલાઇ રહી છે કે સમલૈગિંક સંબંધો રાખવામાં હવે યુવાનો કે યુવતીઓ છોછ અનુભવતા નથી. અત્યાર સુધી સમલૈગિક સંબંધોમાં 2 પાત્રોની વાત સાંભળી હતી હવે એવા 3 મિત્રોની વાત સામે આવી છે જે ત્રણેય એકબીજાને પ્રેમમાં છે અને હવે એકબીજા વગર રહી શકતા નથી એટલે ટુંક સમયમાં લગ્ન કરવા માંગે છે.

આજ સુધી તમે આવા સમલૈંગિક સંબંધો વિશે સાંભળ્યું  હશે જ્યાં બે ગે છોકરાઓ એકબીજા સાથે રહે છે. પરંતુ, દુનિયાતો ખુબ ઝડપથી બદલાઈ રહી છે. ઘણા દેશોમાં ત્રણ લોકો એક જ સંબંધમાં સાથે રહે છે. આવા સંબંધને ત્રિવિધ સંબંધ કહેવાય છે. કેટલાક સમલૈગિંક લોકો પણ આવા સંબંધમાં આવ્યા છે જ્યાં 3 છોકરાઓ સાથે રહે છે.

27 વર્ષનો એડમ જોશુઆ, 24 વર્ષનો જેકે ટેલર અને 30 વર્ષના ડેરિક કેનેડી,  ટ્રિપલ રિલેશનશિપમાં છે. ત્રણેય છોકરાઓએ કહ્યું કે તેઓ ભવિષ્યમાં લગ્ન કરવાના છે. જો તેઓને સંતાનની ઈચ્છા થશે તો આગળ જઇને તેનું પણ પ્લાનીંગ કરશે. એડમ અને જોશુઆ પ્રથમ વખત કેનેડા યુનિવર્સિટીમાં વર્ષ 2016 માં તેમના અભ્યાસ દરમિયાન મળ્યા હતા અને એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

એ પછી બંને ઓપન રિલેશનશિપમાં આવ્યા અને વર્ષ 2021માં ડેરિક પણ આ રિલેશનશિપમાં જોડાયો. હવે ત્રણેય લોકો સાથે રહે છે. ત્રણેય લોકોએ વર્ષ 2022માં તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. શરૂઆતમાં એડમને ડેરિક સાથે થોડી સમસ્યા ઉભી થઇ હતી,પરંતુ પાછળથી જેકે અને એડમ બંનેને ડેરિક સાથે પ્રેમ થઇ ગયો.

એડમે જણાવ્યું કે તે એક એન્જિનિયર છે અને તેના પરિવારમાં કોઈને પણ આ સંબંધથી કોઈ સમસ્યા નથી. એડમે વધુમાં જણાવ્યું કે અમે ત્રણેય લગ્ન કરવા માંગીએ છીએ પરંતુ કાયદાની નજરમાં આવું કરવું ખોટું હશે. તેમ છતાં અમે લગ્ન કરવા માંગીએ છીએ. અત્યાર સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.  અમે લગ્ન કરવાની એટલા માટે ઇચ્છા રાખીએ છીએ જેથી અમે ત્રણેય જીવનભર સાથે રહી શકીએ અને સમય વિતાવી શકીએ.

એડમે જણાવ્યું કે આ સંબંધમાં કેટલીકવાર સમસ્યાઓ પણ આવે છે જ્યારે બે વ્યક્તિ એકબીજાને વધુ પ્રેમ કરવા લાગે છે તો ત્રીજો વ્યક્તિ ઈર્ષ્યા કરવા લાગે છે. આવી સ્થિતિમાં, અમે આ સમસ્યાનો સામનો કરવા માટે આ સંબંધ પર કામ કરી રહ્યા છીએ. જો કોઈને કોઈ સમસ્યા હોય તો અમે ત્રણેય જણ એકબીજા સાથે વાત કરીને તેનું નિરાકરણ લાવીએ છીએ. જ્યારે આમાં એક ફાયદો એ પણ છે કે જો કોઈને આ સંબંધમાંથી બહાર જવું પડે તો બે લોકો સાથે સમય પસાર કરી શકે છે. અન્ય યુગલોની જેમ કોઈ એકલું નહીં રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp