તુર્કીમાં કાર અકસ્માતમાં 4 ગુજરાતી સ્ટુડન્ટ્સના મોત, બે યુવતી અને બે યુવકો હતા

PC: jagran.com

તુર્કીમાં હોટલ મેનેજમેન્ટના અભ્યાસ માટે ગયેલા ગુજરાતના 4 સ્ટુડન્ટ્સ એ કાર અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયા છે. કોલેજમા રજા હોવાને કારણે બે યુવતી અને બે યુવકો કારમાં ફરવા નિકળ્યા હતા, પરંતુ રસ્તામાં સામ સામે કારનો અકસ્માત થતા ચારેયના મોત થયા હતા. તમે તસ્વીર જોશો તો તમને ખ્યાલ આવશે કે અકસ્માતની ગંભીરતા કેટલી છે. મોતને ભેટેલા 2 વિદ્યાર્થીઓ પોરબંદરના હતા જ્યારે એક યુવતી વડોદરાની અને એક યુવતી બનાસકાંઠાની હોવાનું જાણવા મળ્યું છે.પરિવારો માટે આ વસમો આઘાત હતો કારણકે તેમના જુવાનજોધ સંતાનોના મોત થયા છે.

તુર્કી મીડિયાના અહેવાલ મુજબ તુર્કીના ઉત્તરમાં વહેલી સવારે 3-40 વાગ્યે ક્લેપિની ગામ નજીક કિરેનિયા અને કાયથરિયા વચ્ચેના રસ્તા પર રોડ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે જે 4 લોકોના મોત થયા હતા તે કારના ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હશે અને અન્ય વાહનો સાથે અથડાઇને સામેની લેનમાં કાર ચાલી ગઇ હશે.

રોડ અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત થયા છે, જ્યારે બીજી કારમાં બેઠેલા હુસેન ટેસર જે કાર ચલાવી રહ્યા હતા અને તેમની સાથે બેઠેલા બુરાક ટોકગનને ગંભીર ઇજાઓ પહોંચતા ઉત્તરી નિકોસિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તુર્કીની સાયપ્રિયોટ પોલીસે કહ્યું છે કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

જે કારમાં ચારેય લોકોના મોત થયા હતા તે કારનો ડ્રાઈવર પ્રતાપભાઈ ભૂવાભાઈ કારાવદરા, સોઢાણા ગામ, પોરબંદર, જયેશ કેશુભાઈ આગઠ, રાણાકંડોરણા, અંજલિ મકવાણા, ભાંગરોડિયા, વડગામ તાલુકો, પૃષ્ટિ પાઠક, વડોદરાનો સમાવેશ થાય છે.

ANJALI MAKWANA

તુર્કીમાં કિરેનિયા નજીક થયેલા અકસ્માતમાં તમામ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પરિવારે માગ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૃષ્ટિની માતા હીનાબેન પાઠક તુર્કીમાં જ છે અને ત્યાં પૃષ્ટિના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.

તુર્કીના નોર્થ ટ્રાન્સ્પોર્ટ મિનિસ્ટર ઇરહાન અરિકલીએ કહ્યું કે, સામાન્ય રીતે રોડ અકસ્માત થવાના બે કારણો હોય છે, એક સ્પીડ અને બીજું આલ્કોહોલ, રોડ એકદમ પરફેક્ટ હોવા છતા જ્યારે સ્પીડ વધારે હોય અને આલ્કોહોલ સાથે હોય ત્યારે અકસ્માત ટાળી શકાતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp