26th January selfie contest

63 વર્ષીય મહિલાની ફિટનેસ જોઈને હેરાન થઈ જાય છે લોકો, જુઓ વાયરલ તસવીરો

PC: instagram.com

પોતાને એક્ટિવ અને ચુસ્ત રાખવા કેટલાક લોકોનો શોખ હોય છે તો કેટલાકની જરૂરિયાત. નવી ઉંમરમાં તો લગભગ દરેક કસરત અને વર્કઆઉટ કરતું રહે છે, પરંત ઢળતી ઉંમરમાં પણ જિમ અને ફિટનેસને લઈને કોઈને પાગલ થતા જોયું છે. નહીં! તો ચાલો અમે તમને આ આર્ટિકલમાં મળાવીએ એક એવી મહિલા સાથે જેણે 20, 30 કે 40 નહીં પરંતુ 63 વર્ષની ઉંમરમાં પોતાને એવી રીતે મેન્ટેન રાખી છે કે મોટી મોટી મોડલ્સ અને સેલિબ્રિટિઝ પણ આશ્ચર્યચકિત થઈ જશે.

63 વર્ષીય એક મહિલાની કહાની વાયરલ થઈ રહી છે, જેણે વધારે ઉંમરમાં પણ પોતાની શાનદાર ફિટનેસનું રહસ્ય શેર કર્યું છે. નામ છે લેસ્લી મેક્સવેલ. બાળકોની દાદી બની ચૂકેલી લેસ્લી મેક્સવેલે એ કસરતો બાબતે જણાવ્યું જેનાથી તે પોતાના શરીરને ફિટ રાખે છે. લેસ્લી મેક્સવેલે દાવો કર્યો કે, તે જે કસરત કરે છે તેનાથી બોડી કોઈ પણ ઉંમરમાં સુગઠિત કરે છે. હાલમાં જ તે વ્હાઇટ બિકિનીવાળી તસવીરમાં નજરે પડી હતી. આ અગાઉ લેસ્લી મેક્સવેલ ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે પોતાની લવ લાઇફનો ખુલાસો કર્યો હતો.

લેસ્લી મેક્સવેલે એ પણ માન્યું હતું કે, તેના કેટલાક પાર્ટનર ઓછી ઉંમરના હતા. ખાસ વાત એ છે કે તેનો પતિ અને તેમાં પોતાનામાં 13 વર્ષનું અંતર છે. લેસ્લી મેક્સવેલ મેલબર્ન (ઓસ્ટ્રેલિયા)ની રહેવાસી છે. તે વર્કઆઉટ સાથે સંબંધિત વીડિયો ઓનલાઇન શેર કરતી રહે છે. તેનું માનવું છે કે ઉંમર છતા વેટ ટ્રેનિંગ સ્વાસ્થ્ય અને શરીરનો આકાર બદલવા માટે સૌથી અસરકારક કસરત છે. તેના 91 હજારથી વધારે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે.

તેણે પોતાની કેટલીક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં એબ્સ અને મસ્ક્યૂલર આર્મ્સ દેખાડવામાં આવ્યા છે. તેણે કહ્યું કે, પોઝ કરવું પણ આઇસોમેટ્રિકનો જ હિસ્સો છે. લેસ્લીનું કહેવું છે કે સંખ્યામાં ઉંમર ભલે વધી જાય, શરીર અને મનને યુવા બનાવી રાખવા માટે તે કસરત અને સારું ભોજન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp