40 મગરોના વાડામાં પડેલા 72 વર્ષના વૃદ્ધનું ફાડી ખાવાથી મોત, એક હાડકું પણ ન મળ્યુ

PC: twitter.com

કંબોડિયામાં 40 મગરોએ 72 વર્ષીય વ્યક્તિના શરીરના એક એક અંગને ફાડી ખાઈને તેને મારી નાખ્યો હતો. મૃત્યુ પામેલ વૃધ્ધ કામ કરતી વખતે તેણે પાળેલા મગરોના વાડામાં પડી ગયા હતા. પોલીસે જણાવ્યું કે, આ વ્યક્તિ પાંજરામાંથી એક મગરને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન મગરે ફાંસો પકડવાની લાકડી મોઢામાં પકડીને વૃદ્ધને જ અંદર ખેંચી લીધો હતો. ત્યાર પછી લગભગ ચાલીસેક જેટલા મગરોએ તેને ફાડી ખાધો હતો. મગરોનો ઘેરાવો એટલો મોટો હતો કે, પરિવારના અન્ય સભ્યોને તેને બચાવવાની તક પણ મળી ન હતી. મગરોનો આ વાડો કંબોડિયાના CM રીપ શહેરની નજીક સ્થિત છે. CM રીપની આસપાસ મગરોના ઘણા ફાર્મ છે, આ શહેર અંકોર વાટના પ્રખ્યાત ખંડેરનું પ્રવેશદ્વાર હોવાનું કહેવાય છે. આ મગરોને તેમની ચામડી, ઇંડા અને માંસ તેમજ તેમના બાળકોના વેપાર માટે ઉછેરવામાં આવે છે.

CM રીપ કોમ્યુન પોલીસ વડા મે સાવરીએ જણાવ્યું હતું કે, તેણે એક વૃદ્ધ માણસે તેના ફાર્મમાં મગરને ઇંડા મૂકતા જોયો હતો. તેઓએ તેને ઇંડાથી દૂર કરવા માટે હૂકની મદદથી તેને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો. આ દરમિયાન, મગરે તે હૂકને મોઢામાં પકડીને તેને અંદર ખેંચી લીધા અને પછી બાકીના મગરોએ તેમના પર હુમલો કરી દીધો. આ ઘટના બાદ પોલીસે વ્યક્તિના શરીરના અંગો અંદરથી બહાર કાઢ્યા હતા. સાવરીએ જણાવ્યું કે મગરોએ તે વ્યક્તિ પર ત્યાં સુધી હુમલો કર્યો જ્યાં સુધી તે મરી ન ગયો. તેઓએ એમ પણ કહ્યું કે, માણસના શરીરના અવશેષો પર મગરના દાતનાં નિશાન સ્પષ્ટપણે દેખાતા હતા.

પોલીસે જણાવ્યું કે, મગરોએ પહેલા માણસના હાથ પર હુમલો કર્યો અને તેને અંદર ખેંચી લીધો.ત્યાર પછી મગરો તે માણસના શરીરના ઘણા ભાગો ખાઈ ગયા. તેના શરીરનો માત્ર 30 ટકા હિસ્સો જ રિકવર થયો છે. બાકીના ભાગો મગર ખાઈ ગયા હતા. એ વાડાની કોંક્રીટની દિવાલો લોહીથી ખરડાયેલી દેખાતી હતી. પોલીસે જણાવ્યું કે 2019માં પણ આ વિસ્તારમાં મગરના ફાર્મમાં બે વર્ષની બાળકીને મગરોએ મારી નાંખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp