775 રૂમ, 40 હજાર બલ્બ, આવો છે બ્રિટનની રોયલ ફેમિલીનો 341 કરોડ રૂ.નો શાહી મહેલ

PC: metro.co.uk

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ 96 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું. મહારાણી એલિઝાબેથ 1952માં રાણી બન્યા હતા અને આશરે 7 દશક સુધી તેમણે શાહી ગાદીને સંભાળી છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીય લંડનના શાહી મહેલમાં રહેતા હતા. તેમના શાહી મહેલને બકિંઘમ પેલેસના નામથી ઓળખવામાં આવે છે. મહારાણીની પાસે વિન્ડસર કૈસલ, સૈંડ્રિઘમ હાઉસ અને બાલમોરલ સહિત અન્ય પેલેસ પણ હતા.

બકિંઘમ પેલેસ લંડનની મધ્યમાં આવેલો છે અને તેની ભવ્યતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે. આ પેલેસ અંદરથી ઘણો આલિશાન છે. બકિંઘમ પેલેસની પાસે વિક્ટોરિયા ટ્યૂબ સ્ટેશન, ગ્રીન પાર્ક અને હાઈડ પાર્ક કોર્નર છે. આ મહેલની આસપાસ બસથી જઈ શકાય છે. જો કોઈ ટ્રેનથી જવા ઈચ્છે છે તો આ પેલેસ વિક્ટોરિયા કોચ સ્ટેશનથી માત્ર 10 મિનિટની દૂરી પર છે. બ્રિટનની વેબસાઈટ રોયલ કલેક્શન ટ્રસ્ટના કહેવા પ્રમાણે, બકિંઘમ પેલેસ 1837થી બ્રિટનના સાશકોનું ઓફિશિયલ રેસિડન્સ છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આ શાહી મહેલને દર વર્ષે ગરમીમાં ટુરીસ્ટો માટે ખોલવામાં આવે છે.

બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે, આ રોયલ ઘરની કિંમત લગભગ 341 અરબ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરસીટી.યુકેના કહેવા પ્રમાણે મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો શાહી મહેલ બકિંઘમ પેલેસમાં 775 રૂમ્સ છે. તેમાં 19 સ્ટેટ રૂમ, 52 રોયલ અને ગેસ્ટ બેડરૂમ, 188 સ્ટાફ બેડરૂમ, 92 ઓફિસ અને 78 બાથરૂમ સામેલ છે. શાહી મહેલ બકિંઘમ પેલેસની લંબાઈ 108 મીટર અને ગહેરાઈ 120 મીટર છે. જોવામાં આ પેલેસ ઘણો ભવ્ય લાગે છે.

બકિંઘમ પેલેસમાં ઘણા શાહી કાર્યક્રમો આયોજિત થાય છે અને વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોથી લઈને અન્ય દેશના વીઆઈપી પણ આવે છે. શાહી ભોજન, લંચ, ડિનર, રિસેપ્શન અને ગાર્ડન પાર્ટીઓમાં અતિથિ તરીકે દર વર્ષે બકિંઘમ પેલેસમાં આશરે 50000થી વધારે લોકો સામેલ થાય છે. બ્રિટનના પ્રધાનમંત્રીી સાથે વિકલી મીટિંગ અને વિદેશી રાજદૂતોનું સ્વાગત પણ આ પેલેસમાં થાય છે.

ઈન્ડ્સ્ટ્રી, સરકાર, ડોનેશન, સ્પોર્ટ, રાષ્ટ્રમંડળ અને લાઈફના અન્ય એરિયામાં કામ કરનારા લોકોને સન્માન આપવા માટે આખું વર્ષ આ પેલેસમાં સ્વાગત સમારોહ આયોજિત કરવામાં આવે છે. બકિંઘમ પેલેસ ઘણી વખત મહત્વપૂર્ણ નેશનલ ઈવેન્ટનું સેન્ટર હોય છે. બકિંઘમ હાઉસ 1962 સુધી ડ્યુક ઓફ બકિંઘમની સંપત્તિ હતી. જ્યારે જ્યોર્જ-3એ પોતાની પત્ની, ક્વીન ચાર્લોટ અને તેના બાળકો માટે એક પ્રાઈવેટ ઘરના રૂપમાં તેની પસંદગી કરી હતી. જેના પછીથી બકિંઘમ પેલેસધ કવીન્સ હાઉસ તરીકે ઓળખાવા લાગ્યું.

હર્સ્ટપિયરપોઈન્ટના લોર્ડ ગોરિંગે લગભગ 1640માં એક ઘર બનાવ્યું હતું, ધીરે ધીરે નિર્માણ પછી તેણે બકિંઘમન હાઉસનું રૂપ લીધું હતું. જેના પછી પેઢઈ દર પેઢી અહીં રહેવા લાગી હતી અને 1825માં તેનું રિનોવેશન કરી બકિંઘમ પેલેસ નામ આપવામાં આવ્યું. સર જોન સોનેએ બકિંઘમ હાઉસને ફરીથી બનાવવાની પ્રસ્તાવના મોકલી હતી. મહારાણી વિક્ટોરિયા અહીં રહેનારી પહેલી સમ્રાટ હતી.

મહારાણી વિક્ટોરિયા જુલાઈ 1837માં પહેલી વખત બકિંઘમ પેલેસાં રહેવા આવી હતી. 1840માં પ્રિન્સ અલ્બર્ટે જ્યારે રાણી વિક્ટોરિયાના લગ્ન થયા તો તે પેલેસમાં કેટલીક કમીઓ જોવા મળી હતી. જેના પછી 1847માં  આ મહેલ બનીને તૈયાર હતો. પેલેસમાં નેશ ગેલરી પણ છે, જેને ક્વિન ગેલરીના રૂપમાં ઓળખવામાં આવે છે. જેમાં જૂના માસ્ટર  પેઈન્ટિંગ, યુનિક ફર્નીચર અને સજાવટી સામાન મૂકવામાં આવ્યો હતો. સમર વેકેશનની સાથે ડિસેમ્બર, જાન્યુઆરી અને ઈસ્ટર પર સીમિત માત્રામાં પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવે છે. આ પેલેસને ફરાત 2.40 કલાક જેટલો સમય લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp