પાકિસ્તાન:બાળકોને મેદાનમાંથી રોકેટ શેલ મળ્યા, ઘરે લાવ્યા,બ્લાસ્ટથી 8ના મોત
પાકિસ્તાનના મેદાનમાં રમી રહેલા બાળકોના હાથમાં એક રોકેટ શેલ આવ્યું, જે ખતરનાક બોંબ હશે એવી બાળકોને ખબર નહોતી અને તેઓ નિદોર્ષ ભાવે એ રોકેટ શેલને લઇને ઘરે આવ્યા, પછી જે થયું તે ખતરનાક હતું.
પાકિસ્તાનથી એક દુ:ખદ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બ્લાસ્ટને કારણે 8 લોકોના મોત થયા છે. બાળકો એક મેદાનમાં રમી રહ્યા હતા ત્યારે તેમને રોકેટ લોન્ચર શેલ મળ્યા હતા જેને બાળકોએ રમકડું સમજીને ઘરે લઈ આવ્યા હતા, પરંતુ બાળકોને સપનેય ખ્યાલ નહોતો કે જેને રમકડું સમજીને ઘરે લાવ્યા છે તે જિંદગી હણનારું ઘાટક વિસ્ફોટક છે. બાળકો જે રોકેટ લોન્ચર શેલ ઘરે લાવ્યા હતા તેમાં વિસ્ફોટ થયો અને 4 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે.આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ બાબતે કાશ્મોર-કંઘકોટના ASP રોહિલ ખોસાએ જણાવ્યું કે બાળકો મેદાનમાં રમી રહ્યા હતા ત્યારે તેમને મેદાનમાંથી એક રોકેટ શેલ લોન્ચર મળ્યું હતું. બાળકો એને રમકડું સમજી બેઠા અને તેમના ઘરે લઇ ગયા. પરંતુ તેમને ખબર નહોતી કે આ એક ખતરનાક બોંબ છે. બાળકો ઘરમાં રમી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો અને એટલો જોરદાર બ્લાસ્ટ હતો કે દુર દુર સુધી અવાજ સંભળાયો હતો અને જોતજોતામાં એ વિસ્ફોટકમાં 8 જિંદગી હણાઇ ગઇ હતી. જેમાં 4 બાળકો, 2 મહિલાઓ સહિત 8ના મોત થયા છે.
ASPએ કહ્યું કે ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો પહોંચી ગયો છે અને ઘટનાની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.
જાણવા મળેલી માહિતી મુજબ, સિંઘના મુખ્ય ન્યાયમૂર્તિ મકબુલ બકરે Provincial Inspector General પાસે આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.ચીફ જસ્ટિસે કહ્યુ કે, રિપોર્ટમાં બતાવવામાં આવે કે કાશમોર જિલ્લાના કંઘકોટ તહસીલના સુબ્જવાઇ ગોથ ગામમાં આ રોકેટ લોન્ચર કેવી રીતે પહોંચ્યું? તેમણે પૂછ્યું છે કે શું કાચા વિસ્તારોમાં કોઈ હથિયારોની દાણચોરી થઈ રહી છે? શું ગોઠ ગામમાં ડાકુઓને ટેકો આપતા લોકો છે? આ ઘટના પર શોક વ્યક્ત કરતા, ચીફ જસ્ટિસે ઈન્સ્પેક્ટર જનરલને ઘટનાનો વિગતવાર અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પહેલાં ગયા શુક્રવારે કરાંચીમાં LPG સિલેન્ડર વિસ્ફોટ થવાને કારણે એક દુકાનમાં આગ ફાટી નિકળી હતી જેમાં 7 લોકોના મોત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp