મૃત્યુ પામેલા પતિ સાથે બેસીને રોજ ભોજન કરે છે આ મહિલા, ભાવુક કરી દેશે આ કહાની!
જો કોઇના જીવન સાથીનું મૃત્યુ થઇ જાય તો એ વ્યક્તિ પોતાને અધૂરી અનુભવે છે. અનેક પ્રયાસો છતા કોઇ બીજી જગ્યા લઇ શકતું નથી. કેટલાક લોકો આ દુઃખમાંથી બહાર આવી જાય છે, પરંતુ કેટલાક લોકો પોતાના સાથીના શોક, તેમની યાદમાં જ જિંદગી વિતાવી દે છે. એવી ઘણી ઘટના સાચા પ્રેમનું ઉદાહરણ બની જાય છે. ચીનના ચાંગકિંગમાં એવું જ કંઇક જોવા મળ્યું. અહીં એક ફ્લેટના CCTV કેમેરામાં જે ઘટના કેદ થઇ, તે જોઇને કોઇનું પણ દિલ પીગળી જશે.
એક 82 વર્ષીય મહિલા પોતાના મૃત્યું પામી ચૂકેલા પતિ સાથે ખાવાનું ખાઇ રહી છે. મહિલાના પતિનું 23 વર્ષ અગાઉ જ મોત થઇ ચૂક્યું હતું અને ટેબલ પર તેની સાથે બસ પતિની એક તસવીર છે. મહિલાએ બે કટોરા રાખ્યા છે. તેના પોતાના કટોરામાં ઓછું ખાવાનું રાખ્યું છે, જ્યારે પતિ માટે તેણે ઘણું બધુ ખાવાનું રાખ્યું છે. વીડિયોમાં મહિલા ઘણા સમય સુધી ફોટોને કાટોરા આગળ ગોઠવણી કરે છે, ત્યારે તેને સંતુષ્ટિ થાય છે.
તેની પૌત્રી ગુઓએ જણાવ્યું હતું કે, આ કોઇ અમારા દાદાજીની વર્ષી નહોતી, પરંતુ દાદી 23 વર્ષોથી દરેક વખત તેમની તસવીર સાથે જ ખાવાનું ખાય છે. આ દિલ પીગળાવી નાખનારો વીડિયો લોંગ ડોઇંગ પર 20 લાખ કરતા વધુ વખત જોવાઇ ચૂક્યો છે. તો ટિકટોક પર લોકો તેને પ્રેમનું ઉદાહરણ બતાવીને શેર કરી રહ્યા છે. તેના પર ઘણા લોકો પણ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મહિલા જરૂર આ તસવીર સાથે પહેલાંની જેમ દિલની વાતો કરતી હશે કે જુઓ આજે તમારા પસંદનું ખાવાનું બનાવ્યું છે.
એક યુઝરે લખ્યું કે, જ્યારે હું નાનો હતો તો પોતાની દાદીને મૃત્યુ પામી ચૂકેલા દાદા માટે એમ કરતી જોતો હતો તો વિચારતો હતો કે ખાવાનું બર્બાદ કરી રહી છે, પરંતુ હવે હું તેમના પ્રેમ અને દર્દને સમજી શકું છું. ચીનમાં એવા ઘણી ઘટના વાયરલ થાય છે. હાલમાં જ એક વ્યક્તિએ પોતાના લગ્નની 14મી એનિવર્સરી પર ફરી તેની સાથે લગ્ન કરીને ભેટ આપી હતી. આ અગાઉ પૈસાઓની કમીના કારણે ક્યારેય એનિવર્સરી મનાવી શક્યો નહોતો. કપલના ફરી લગ્નનો વીડિયો લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp