ઈદ પહેલા ચેરિટિ પ્રોગ્રામમાં ભાગદોડ થતા 85ના મોત

PC: abplive.com

મધ્ય પૂર્વ એશિયન દેશ યમનની રાજધાની સનામાં એક ચેરિટિ પ્રોગ્રામમાં અરફતફરી મચી જવાથી 79 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 110 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બધા ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બુધવારે જ્યારે વેપારી નબળા વર્ગના લોકોને આર્થિક સહાયતા હેઠળ પૈસા વહેંચી રહ્યા હતા. ત્યારે અફરાતફરી મચી જવાથી આ અકસ્માત થઈ ગયો.

હુતી સંચાલિત આંતરિક મંત્રાલય મુજબ, સનાના કેન્દ્રમાં ઓલ્ડ સિટીમાં અફરાતફરી ત્યારે મચી ગઈ, જ્યારે વેપારીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સેકડો ગરીબ જમા થઈ ગયા. મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર અબ્દેલ ખલીક અલ-અઘરીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, સ્થાનિક અધિકારીઓ સાથે સમન્વય કર્યા વિના પૈસા વહેચવાના કારણે અકસ્માત થયો છે. આ ઘટના મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-ફિત્રની રજા અગાઉ થઇ છે.

જે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામિક પવિત્ર મહિના રમઝાનના અંતનું પ્રતિક છે. બધા ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. હુતી વિદ્રોહીઓના અલ-માસિરા સેટેલાઈટ ટી.વી. ચેનલના રિપોર્ટ મુજબ, સનામાં એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારી મોતાહેર અલ-મરૌનીએ મૃતકોની સંખ્યા 78 બતાવી છે અને કહ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 100 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા છે.

હૂતીએ એ સ્કૂલને તાત્કાલિક સીલ કરી દીધી. જ્યાં ધન વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને પત્રકારો સહિત લોકોને ત્યાં જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રત્યક્ષદર્શી અબ્દેલ રહમાન અહમદ અને યાહિયા મોહસિનના જણાવ્યા મુજબ, ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસમાં હથિયારધારી હૂતીઓએ હવામાં ગોળી ચલાવી, જે વીજળીના તાર સાથે ટકરાઇ ગઈ અને તેમાં વિસ્ફોટ થઈ ગયા. તેનાથી ત્યાં ડર ફેલાઈ ગયો અને લોકોએ ભાગદોડ મચવાની શરૂ કરી દીધી. ઘટનામાં કાર્યક્રમને 2 આયોજકોને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp