85 વર્ષની મહિલાને 46 વર્ષ નાના પુરુષ સાથે થયો પ્રેમ, હવે આવી રહી છે મુશ્કેલીઓ

તમે અનેક એવા હસબેન્ડ-વાઈફ જોયા હશે, જેમની ઉંમરમાં ખૂબ જ ઓછું અંતર હોય છે, તો અનેક એવા પણ જોવા મળે છે, જેમની ઉંમરમાં ખૂબ જ વધારે અંતર હોય છે. જો કે, કોઈ પણ લગ્નમાં બંનેના વચ્ચેની સમજ, અંડરસ્ટેન્ડિંગ અને ક્મ્પેટીબ્લિટી હોય તો ઉંમરનું અંતર કોઈ મહત્ત્વ ધરાવતું નથી. એક વૃદ્ધ મહિલાએ થોડા સમય પહેલા પોતાનાથી 46 વર્ષ નાના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. મહિલાનું નામ આઈરીસ અને તેના પતિનું મોહમ્મદ છે.
વાત એવી છે કે, મોહમ્મદ હાલમાં પોતાની પત્ની આઇરિસથી અલગ જ રહી રહ્યો હતો, જ્યારે આ કપલે વીઝા માટે અરજી કરી હતી, ત્યારે મોહમ્મદને 2021મા 3 વર્ષ માટે વીઝા આપવામાં આવ્યા હતા, જેથી તે આઇરિસની સાથે રહી શકે છે, પણ હાલમાં આ કપલ એ કારણે ચર્ચામાં છે કે, મોહમ્મદને ફરી પોતાના દેશ ઇજિપ્તમાં જવું પડ્યું અને તે લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ ફરી એક-બીજાથી અલગ થઇ ગયા છે.
આવી રીતે થઇ હતી પ્રેમની શરૂઆત
85 વર્ષની આ મહિલાનું નામ આઇરિસ જોન્સ છે, જે બ્રિટનની રહેણાંક છે, તેને જેની સાથે લગ્ન કર્યા છે, તેનું નામ મોહમ્મદ અહમદ છે અને તે ઇજિપ્તનો રહેવાસી છે. મોહમ્મદની ઉંમર 39 વર્ષ છે અને તે એન્જિનિયર છે. બંનેની પ્રથમ મુલાકાત 2019મા થઇ હતી, તે સમયે આઇરિસની ઉંમર 82 વર્ષ અને મોહમ્મદની ઉંમર 36 વર્ષ હતી. બંનેના લગ્ન 2020મા થયા હતા અને તેમની વચ્ચે 46 વર્ષનું અંતર છે.
સિક્યોરિટી કંપનીથી રિટાયર થયેલી આઇરિસ અને એન્જિનિયર મોહમ્મદે 2019ની ગરમીઓમાં ફેસબુક ગ્રુપ પર ચેટ કરવાનું શરૂ કર્યું હતું, ત્યાર બાદ આ બંનેમાં મિત્રતા થઇ અને નવેમ્બર 2019મા બંને એક-બીજાને મળ્યા અને ત્યાર બાદ નવેમ્બર 2020મા બંનેએ લગ્ન કરી લીધા. ‘ધ મિરર’ મુજબ, મોહમ્મદ કંઈક કારણથી પોતાના દેશમાં પાછો ગયો છે.
આઇરિસે સંડે મિરર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું અને મોહમ્મદ પહેલીવાર મળ્યા અને થોડા સમય પછી અમે ઇન્ટીમેટ થયા હતા, મોહમ્મદની સાથે વિતાવેલો સમય ખૂબ જ સારો રહ્યો હતો, મને તે સમયે વર્જિન જેવો અનુભવ થઇ રહ્યો હતો. જો કે, આ મારા માટે સરળ ન હતું, પણ તે ખૂબ જ પ્રેમાળ અને રોમાન્ટિક હતું.’
આઈરિસે જણાવ્યું હતું કે, જ્યારે 40 વર્ષ પહેલા મારા ડિવોર્સ થયા હતા, ત્યારે મારા પતિએ મને કહ્યું હતું કે, તારામાં કોઈ ફીલિંગ્સ બચી નથી, પણ હવે મને લાગે છે કે, હું એવી નથી. લગ્ન પછી અનેક લોકોએ અમારો મજાક બનાવ્યો હતો, પણ ‘અમે એક-બીજાને પ્રેમ કરીએ છે, અંતમાં આ જ વાત મહત્ત્વની છે.’
પત્નીને મિસ કરી રહ્યો હતો મોહમ્મદ
આઇરિસ અને મોહમ્મદ સોશિયલ મીડિયા પર સતત પોતાના રિલેશનશિપ વિશે પોસ્ટ કરે છે. કેમ કે, તેમના ફેન્સને અપડેટ મળતું રહે. ગત મહિનામાં આઇરિસ જ્યારે UK આવી હતી, ત્યારે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટના માધ્યમથી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પતિ બ્રિટન પહોંચ્યા બાદ આઇરિસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘ઘરમાં તમારું સ્વાગત છે મોહમ્મદ. તમને યાદ કરવાથી મને અનુભવ થાય કે, તમે મારા માટે કેટલા સ્પેશિયલ છો.’
ત્યાર બાદ મોહમ્મદે ઇજિપ્તના કાહિરા એરપોર્ટથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બતાવ્યું હતું કે, તે એક વિશેષ કામથી ઇજિપ્ત ગયો છે. તેના વીડિયો પર કમેન્ટ કરનાર લોકોએ અંદાજો લગાવ્યો છે કે, એવું થઇ શકે છે કે, આ કપલને સાથે રહેવા માટે UKનો વીઝા મળ્યા ન હોવાથી મોહમ્મદને પાછું પોતાના દેશમાં જવું પડ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp