શિક્ષકે મોબાઈલ આંચકી લીધો તો 14 વર્ષની છોકરીએ સ્કૂલને સળગાવી દીધી! 20ના મોત

14 વર્ષની એક વિદ્યાર્થીની પર તેની શાળામાં આગ લગાવવાનો આરોપ છે. તેના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યા. એવું કહેવામાં આવ્યું હતું કે, તે શિક્ષક દ્વારા ફોન ઝડપી લેવાથી ગુસ્સે છે. ઘટના પહેલા તેણે આગ ચાંપી દેવાની ધમકી પણ આપી હતી. આ મામલો દક્ષિણ અમેરિકન દેશ ગુયાનાનો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મહદિયા માધ્યમિક શાળાની ગર્લ્સ હોસ્ટેલમાં સોમવારે રાત્રે આગ લાગી હતી. થોડી જ વારમાં, તેણે શાળાના મોટા ભાગને ઘેરી લીધો. ઘણી વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ તેમાં ફસાઈ ગયા. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. પરંતુ આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં 20 લોકોના મોત થયા હતા.

આ ઘટના રાજધાની જ્યોર્જટાઉનથી લગભગ 200 માઈલ દૂર સેન્ટ્રલ ગુયાના માઈનિંગ ટાઉનમાં બની હતી. હવે આ મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે કે, આગ લગાડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સ્કૂલની એક વિદ્યાર્થીની હતી. વિદ્યાર્થીનો મોબાઈલ તેના શિક્ષકે જપ્ત કરી લીધો હતો. આ વાતથી તે નારાજ હતી. ગુસ્સામાં તેણે ખતરનાક પગલું ભર્યું. છાત્રા પોતે પણ આગમાં દાઝી ગઈ હતી.

પોલીસનું કહેવું છે કે, આરોપી છાત્રાએ માત્ર એટલા માટે આગ લગાડી કારણ કે, સ્કૂલ પ્રશાસને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને જપ્ત કરી લીધો હતો. વાસ્તવમાં, શાળા પ્રશાસનને જાણ થઈ હતી કે વિદ્યાર્થીની એક વૃદ્ધ વ્યક્તિના સંપર્કમાં હતી. ત્યાર પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુયાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગેરાલ્ડ ગોવિયાએ જણાવ્યું કે, આરોપી યુવતીની ઉંમર લગભગ 14 વર્ષની છે. જ્યારે તેનો ફોન છીનવી લેવામાં આવ્યો ત્યારે તેણે ગર્લ્સ હોસ્ટેલને આગ લગાડી દેવાની ધમકી પણ આપી હતી.

જો કે, તે છાત્રા પણ આગને કારણે ઘાયલ થઈ હતી, હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવશે. જ્યારે, હોસ્પિટલમાં દાખલ અન્ય 9 લોકોમાંથી ઘણાની હાલત નાજુક છે.

હાલમાં આ હૃદયદ્રાવક ઘટના અંગે અમેરિકા જેવા દેશોએ ગુયાનાને મદદની ઓફર કરી છે. આ દેશોએ DNA ઓળખમાં મદદ માટે ફોરેન્સિક નિષ્ણાતો મોકલવાની વાત કરી છે. કારણ કે, આગમાં સળગી જવાને કારણે મૃતદેહોની ઓળખ મોટું સંકટ છે.

મૃતકોમાં મોટાભાગની 12 થી 18 વર્ષની વયની છોકરીઓ ગામડામાંથી આવતી હતી. શાળામાં કામ કરતી મહિલા કર્મચારીનો પાંચ વર્ષનો પુત્ર પણ આ અકસ્માતનો શિકાર બન્યો હતો. અગ્નિશમન દળના જવાનોએ દિવાલમાં કાણું પાડીને કેટલાક લોકોને બચાવવામાં સફળતા મેળવી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.