26th January selfie contest

22 વર્ષના સ્ટુડન્ટને 48 વર્ષની સ્કૂલ ટીચર સાથે થયો હતો પ્રેમ, કરી લીધા લગ્ન

PC: nst.com.my

એક કપલની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. તેમની વચ્ચે ઉંમરમાં 26 વર્ષનું અંતર છે. યુવકની ઉંમર 22 વર્ષની છે. જ્યારે, તેની પત્ની 48 વર્ષની છે, જે અગાઉ યુવકની શિક્ષક હતી. તેઓ શાળામાં જ મળ્યા હતા. ત્યાર પછી યુવકે તેના શિક્ષકને પ્રપોઝ કર્યું હતું. મામલો મલેશિયાનો છે. 

મલેશિયાથી મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકનું નામ મોહમ્મદ દાનિયાલ અહેમદ અલી છે. જ્યારે, તેની પત્નીનું નામ જમીલા મોહમ્મદ છે. વર્ષ 2016માં જ્યારે દનિયાલ જુનિયર હાઈસ્કૂલ (7મી, 8મી, 9મી)માં ભણતો હતો ત્યારે જમીલા તેની શિક્ષિકા હતી. તે મલય ભાષા શીખવતી હતી. 

તે સમયથી જ દાનિયલને જમીલાનો સ્વભાવ ખૂબ ગમતો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓની કાળજી લેવાની રીત. જો કે, જ્યારે દાનિયલ આગળના વર્ગમાં ગયો, ત્યારે તેણે જમીલા સાથેનો સંપર્ક ગુમાવ્યો. પરંતુ ભાગ્યએ તેમને ફરીથી મેળવી આપ્યા. સ્કૂલમાં જ બંને વચ્ચે હાય-હેલો થવા લાગી. આ તે સમય હતો, જ્યારે દાનિયલે તેની શિક્ષિકા જમીલાને જોવાનું શરૂ કર્યું. 

એક દિવસ જમીલાએ ડેનિયલને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે સંદેશ મોકલ્યો. ત્યાર પછી બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું. વાત વાતમાં ડેનિયલે જમીલાને પ્રપોઝ કરી દીધું. પરંતુ જમીલાએ આ પ્રપોઝને ફગાવી દીધો. કારણ કે, ડેનિયલ તેના કરતા ઘણો નાનો હતો. જ્યારે, તે તેની શિક્ષક પણ હતી. જોકે, દાનિયલે જમીલાને મનાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. 

દાનિયલે જમીલાનું ઘર શોધવાનું શરૂ કર્યું. તેને ખબર પડતાં જ તે તેને મળવા તેના ઘરે પહોંચી ગયો અને ફરીથી પોતાના દિલની વાત કહી. બંને વચ્ચે લાંબી વાતચીત થઈ. આખરે, જમીલા માની ગઈ અને દાનિયલને તેના પતિ તરીકે સ્વીકારી લીધો. થોડા સમય પછી બંનેએ પોતપોતાના પરિવારની પરવાનગી લીધી અને લગ્ન કરી લીધા. 

22 વર્ષીય દાનિયલે વર્ષ 2021માં તેની 48 વર્ષીય ટીચર સાથે લગ્ન કર્યા હતા. તેઓના લગ્ન કોટા ટિન્ગી શહેરની એક મસ્જિદમાં થયા હતા. તેમના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. દાનિયલ તેના કરતા મોટી હોવા છતાં નાની ઉંમરે પત્ની મેળવવા બદલ પોતાને નસીબદાર માને છે. 

 
 
 
View this post on Instagram

A post shared by WORLD OF BUZZ (@worldofbuzz)

રિપોર્ટ અનુસાર, જમીલા વર્ષ 2007માં તેના પતિથી અલગ થઈ ગઈ હતી. ત્યારથી તે પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહી હતી. વર્ષ 2021માં તેના જીવનમાં એક મહત્વનો વળાંક આવ્યો, જ્યારે તેણે દાનિયલ સાથે લગ્ન કર્યા. હાલમાં, આ દંપતી તેમના જીવનનો આનંદ માણી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp