એરપોર્ટ પર મહિલાની બેગમાંથી નીકળ્યો 4 ફૂટ લાંબો સાપ, ચેક કરનારાના નીકળ્યો પરસે

એરપોર્ટના કર્મચારીઓ તે સમયે હેરાન રહી ગયા હતા જ્યારે ચેકિંગ દરમિયાન એક મહિલાના બેગમાંથી 4 ફૂટ લાંબો સાપ નીકળ્યો હતો. મહિલા સાપને પોતાની કેરી બેગમાં લઈને હવાઈ સફર કરવા ઈચ્છતી હતી. પરંતુ ફ્લાઈટમાં જતા પહેલા જ તેને પકડી લેવામાં આવી હતી. મામલો અમેરિકાના ટામ્પા ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે. અસલમાં આ ઘટના ગયા મહિનાની 15 તારીખનો છે. જેના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં બેગની અંદર છૂપાડેલા સાપને દેખાડવામાં આવી છે. બેગને તપાસ માટે સ્કેનિંગ મશીનમાં મોકલવામાં આવી હતી, તે સમયે આ વાતનો ખુલાસો થયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે મહિલા 4 ફૂટ લાંબા સાપને પોતાની કેરી બેગમાં છૂપાવીને ફ્લાઈટમાં લઈ જવા માંગતી હતી. પરંતુ તપાસ દરમિયાન તેની પોલ ખુલી જતા તેની ધરપકડ કરવામાં આવી હતી અને સાપની સાથે તેને ફ્લાઈટમાં જતા રોકી દેવામાં આવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Travel Tips & Dad Joke Hits ? (@tsa)

પરિવહન સુરક્ષા પ્રશાસને ઈન્સ્ટાગ્રામ પર સુરક્ષા તપાસ દરમિયાન એક્સ રેનો ફોટો શેર કર્યો છે. આ એક્સ રે ફોટામાં બેગની અંદર શૂઝ, લેપટોપ જેવા અન્ય સામાનની સાથે એક બાઓ કોન્સ્ટ્રીક્ટર જાતિનો સાપ જોવા મળે છે. આ સાપ ઝેરીલા હોતા નથી. જોકે તે પોતાના શિકાર ઘણા જોરથી જકડીને મારી શકે છે. મહિલાના બેગમાં છૂપેલા સાપને જોઈને એરપોર્ટ સુરક્ષાકર્મીઓના પસીના છટી ગયા હતા.

ફોટો શેર કરતા TSAએ તેના કેપ્શનમાં લખ્યું છે- આ બેગમાં એક ખતરનાક નૂડલ છે. એક યાત્રીની કેરી બેગમાં બોઆ કન્સ્ટ્રીક્ટર સાપ મળી આવ્યો હતો. એક્સ-રે મશીમાંથી પસાર થતી વખતે કોઈ પાળેલા પ્રાણીને પકડવા માટે ખરેખરમાં અમારી પાસે કંઈ નથી. તેમણે આગળ લખ્યું છે- શું તમારા મનમાં ફ્લાઈટમાં સાપને લઈ જવાની કોઈ આકાંક્ષા છે. પોતાની એરલાઈનના નિયમોને સમજો. કોઈને પરેશાન ન કરો. એરલાઈન કેરી બેગમાં સાપને લઈ જવાની અનુમતિ નથી આપતું. જોકે તેને યોગ્ય રીતે લઈ જવામાં આવી રહ્યું હોય તો એરલાઈન તેની પરવાનગી આપે છે.         

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.