
એરપોર્ટના કર્મચારીઓ તે સમયે હેરાન રહી ગયા હતા જ્યારે ચેકિંગ દરમિયાન એક મહિલાના બેગમાંથી 4 ફૂટ લાંબો સાપ નીકળ્યો હતો. મહિલા સાપને પોતાની કેરી બેગમાં લઈને હવાઈ સફર કરવા ઈચ્છતી હતી. પરંતુ ફ્લાઈટમાં જતા પહેલા જ તેને પકડી લેવામાં આવી હતી. મામલો અમેરિકાના ટામ્પા ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે. અસલમાં આ ઘટના ગયા મહિનાની 15 તારીખનો છે. જેના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં બેગની અંદર છૂપાડેલા સાપને દેખાડવામાં આવી છે. બેગને તપાસ માટે સ્કેનિંગ મશીનમાં મોકલવામાં આવી હતી, તે સમયે આ વાતનો ખુલાસો થયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે મહિલા 4 ફૂટ લાંબા સાપને પોતાની કેરી બેગમાં છૂપાવીને ફ્લાઈટમાં લઈ જવા માંગતી હતી. પરંતુ તપાસ દરમિયાન તેની પોલ ખુલી જતા તેની ધરપકડ કરવામાં આવી હતી અને સાપની સાથે તેને ફ્લાઈટમાં જતા રોકી દેવામાં આવી હતી.
પરિવહન સુરક્ષા પ્રશાસને ઈન્સ્ટાગ્રામ પર સુરક્ષા તપાસ દરમિયાન એક્સ રેનો ફોટો શેર કર્યો છે. આ એક્સ રે ફોટામાં બેગની અંદર શૂઝ, લેપટોપ જેવા અન્ય સામાનની સાથે એક બાઓ કોન્સ્ટ્રીક્ટર જાતિનો સાપ જોવા મળે છે. આ સાપ ઝેરીલા હોતા નથી. જોકે તે પોતાના શિકાર ઘણા જોરથી જકડીને મારી શકે છે. મહિલાના બેગમાં છૂપેલા સાપને જોઈને એરપોર્ટ સુરક્ષાકર્મીઓના પસીના છટી ગયા હતા.
ફોટો શેર કરતા TSAએ તેના કેપ્શનમાં લખ્યું છે- આ બેગમાં એક ખતરનાક નૂડલ છે. એક યાત્રીની કેરી બેગમાં બોઆ કન્સ્ટ્રીક્ટર સાપ મળી આવ્યો હતો. એક્સ-રે મશીમાંથી પસાર થતી વખતે કોઈ પાળેલા પ્રાણીને પકડવા માટે ખરેખરમાં અમારી પાસે કંઈ નથી. તેમણે આગળ લખ્યું છે- શું તમારા મનમાં ફ્લાઈટમાં સાપને લઈ જવાની કોઈ આકાંક્ષા છે. પોતાની એરલાઈનના નિયમોને સમજો. કોઈને પરેશાન ન કરો. એરલાઈન કેરી બેગમાં સાપને લઈ જવાની અનુમતિ નથી આપતું. જોકે તેને યોગ્ય રીતે લઈ જવામાં આવી રહ્યું હોય તો એરલાઈન તેની પરવાનગી આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp