ફ્લાઇટમાં પેસેન્જર બોલ્યો-તરત દરવાજો ખોલો મારે અહીં જ ઊતરવું છે, જુઓ વીડિયો

PC: twitter.com/DrLoupis

એક ફ્લાઇટ ઊડ્યા બાદ સામાન્ય રીતે મુસાફરો પોતાની સીટ પર સિલેક્સ કરે છે અને તેમને ક્રૂ મેમ્બર્સની જેમ ખાવા-પીવાની વસ્તુ ઓફર કરે છે, પરંતુ Ryanair એરલાઇનની એક ફ્લાઇટ જેવી જ ટેકઑફ કરે છે, એક મુસાફર હવામાં તોફાન મચાવી દે છે. આ વ્યક્તિ અચાનક લડાઈ ઝઘડો શરૂ કરી દે છે અને પછી પ્લેનના દરવાજા ખોલવાની માગ કરવા લાગે છે. આ ઘટનાએ બધાને હેરાન કરી દીધા છે. વ્યક્તિ પોતાની સાથે ફ્લાઇટમાં ઉપસ્થિત બધા મુસાફરોની જિંદગી જોખમમાં નાખી દે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે ઈન્ટરનેટ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાલો આ આર્ટિકલમાં આગળ જાણીએ કે શું છે આખો મામલો.

હાલમાં જ ક્રોશિયાના કદરથી લંડન જઈ રહેલી Ryanairની ફ્લાઇટમાં હોબાળો થઈ ગયો હતો. અહીં એક મુસાફર અચાનક ઝઘડો કરવા લાગ્યો અને ક્રૂ મેમ્બર્સને ફ્લાઇટના દરવાજા ખોલવાની માગ પર અડી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ પોતાના બાજુવાળા મુસાફરથી પરેશાન થઈ ગયો હતો. જેના કારણે તે પ્લેનના દરવાજાને તાત્કાલિક ખોલવાની માગ પર અડી ગયો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વ્યક્તિનો ગુસ્સો અને કરતૂકો સ્પષ્ટ દેખાઈ રહી છે.

હેરાનીની વાત એ છે કે, જ્યારે આ બ્રિટિશ ફ્લાઇટમાં ઝઘડો થઈ રહ્યો હતો, એ સમયે ફ્લાઇટ ટેકઑફ અગાઉ રનવે પર હતી અને ઝડપથી જઈને ઉડાણ ભરવાની હતી. કથિત રીતે પોતાના બાજુવાળા મુસાફરથી પરેશાન થયેલો આ વ્યક્તિ ગુસ્સો ભરાઈ જાય છે અને તેજીથી આગળ વધીને બોલ્યો- ‘ઓપન ધ ડોર (દરવાજો ખોલો) મારે ઊતરવું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તે ખૂબ ગુસ્સામાં હતો, જેના કારણે તેને કંટ્રોલ કરવું ક્રૂ મેમ્બર્સ માટે મુશ્કેલ થઈ ગયું હતું.

જ્યારે આ બ્રિટિશ મુસાફર પ્લેનમાં હોબાળો કરી રહ્યો હતો, તો એ દરમિયાન જ કોઈ અન્ય વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. અન્ય વીડિયોમાં જોઈ શકાય છે કે તે મુસાફર ફ્લાઇટની અંદર હોબાળો કરીને પોતાની અને અન્ય લોકોની જિંદગીઓ સાથે ખેલવાડ કરી રહ્યો છે. તેને ફ્લાઇટથી ઉતારીને લઈ જવામાં આવી રહ્યો હતો, જે એ દરમિયાન ધરપકડનો વિરોધ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મુસાફર અત્યાર સુધી એક અધિકારી પર હુમલો કરવાની શંકામાં કસ્ટડીમાં છે.

વિમાનમાં મોટાભાગના મુસાફર હિટઆઉટ નામના મ્યૂઝિક કોન્સર્ટથી ફરી રહ્યા હતા. આ વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે, આજના સમયમાં લોકોમાં ગુસ્સો એટલો ભરાયો છે કે તેના પર કાબૂ નથી. એ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, લોકો પોતાનો ગુસ્સો આજકાલ ગમે ત્યાં કાઢી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફ્લાઇટમાં ઝઘડા, પેશાબ કાંડ જેવી ઘટનાઓ વધી ગઈ છે જેથી મુસાફરોની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થવા લાગ્યા છે. હાલમાં જ આ ઘટનાઓમાં વધારો થઈ ગયો છે લોકોને હેરાન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp