ટીચરના માથા પર ખુરશી મારી દીધી અને.., સ્ટુડન્ટની લડાઈમાં વચ્ચે પડવું ભારે પડ્યું

PC: aajtak.in

શાળાઓ અને કોલેજોમાં છત્ર અને છાત્રાઓ વચ્ચે ઝઘડાના બનાવો સામાન્ય બની ગયા છે. ઘણી વખત બાળકો હિંસક બની જાય છે અને એકબીજા પર હુમલો પણ કરે છે. આ બધામાં શાળા કે શાળાના શિક્ષકો હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરે છે. આવી જ એક છાત્રાઓની લડાઈમાં બચાવવા માટે વચ્ચે પડતા એક શાળાની એક શિક્ષકની જીવ જતા જતા બચી ગયો. આ ઘટનાનો ખતરનાક વીડિયો વાયરલ થયો છે.

હકીકતમાં, 28 સપ્ટેમ્બરે, મિશિગનના ફ્લિન્ટમાં સાઉથવેસ્ટર્ન ક્લાસિકલ એકેડમીમાં બે વિદ્યાર્થીનીઓ વચ્ચે ગંદી દલીલ થઈ હતી. વિડિયોમાં બંને એકબીજાને ખુબ ગાળો આપી રહી હતી. જ્યારે વચ્ચે ઉભેલી એક મહિલા શિક્ષિકા બંનેને સમજાવવાનો અને શાંત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. પરંતુ બેમાંથી એક છોકરી અચાનક ચીસો પાડીને હિંસક બની જાય છે અને વર્ગખંડમાં રાખેલી લોખંડની ખુરશી ઉપાડીને બીજી છોકરી તરફ ફેંકી દે છે.

પરંતુ આ ખુરશી વચ્ચે ઉભેલી શિક્ષિકાના માથા પર વાગે છે અને તે ત્યાં જ પડી જાય છે. થોડીક સેકન્ડ સુધી તેના શરીરમાં કોઈ હલચલ જણાતી નથી. નવાઈની વાત તો એ છે કે, ટીચર ખરાબ રીતે ઘાયલ થઇ હોવા છતાં છોકરીઓ એકબીજા સાથે લડવાનું અને બૂમો પાડવાનું બંધ કરતી નથી. હાલમાં તો શિક્ષિકાને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર તેને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે આવતા અઠવાડિયે કામ પર પાછા ફરે તેવી અપેક્ષા છે.

ઘટના પછી એક પત્રમાં, શાળાના અધિક્ષકે માતાપિતાને જાણ કરી છે કે, બે છાત્રાઓના ઝઘડામાં શાળા સ્ટાફનો એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સમયે તે સ્પષ્ટ નથી કે વિદ્યાર્થીને કોઈ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે કે પછી તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે. આ ઉપરાંત, Flint Community Schools એ તેના Facebook પેજ પર માતા-પિતાને ખાતરી આપી છે કે, તે આ બાબતોને ગંભીરતાથી લે છે અને શાળામાં સલામત અને પોષક વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરશે.

પત્રમાં જણાવાયું છે કે જિલ્લાએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે, પરંતુ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કે હાંકી કાઢવામાં આવ્યા છે તે જણાવ્યું નથી. 'અમે સમજીએ છીએ કે આવી ઘટનાઓ દુઃખદાયક હોઈ શકે છે અને અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે સાઉથવેસ્ટર્ન ક્લાસિકલ એકેડેમીમાં દરેકની સલામતી અને સુખાકારીની ખાતરી કરવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ. આરોગ્ય અને સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.

મળતી માહિતી મુજબ સ્થાનિક નેતાઓ મિશિગનમાં શાળામાં બનેલી આ ઘટનાનાં વિડિઓ પર કૂદી પડ્યા છે. ભૂતપૂર્વ ડેટ્રોઇટ પોલીસ વડા જેમ્સ ક્રેગે કહ્યું, 'આ વિડિયો મિશિગનમાં શિક્ષણની ખરાબ સ્થિતિને સંપૂર્ણ રીતે બહાર પાડી દીધી છે. કોઈ વ્યવસ્થા કે માર્ગદર્શનની ભાવના નથી, શિક્ષકો માટે કોઈને આદર નથી, અને સૌથી ખરાબ વાત એ છે કે કોઈ શિક્ષણ જેવું કશું છે જ નહિ. યુવાન મિશીગનવાસીઓને શિક્ષિત કરવામાં મળેલી નિષ્ફળતા અહીં છતી થાય છે. ગુનામાં વધારો, બેરોજગારીમાં વધારો અને સામાજિક અવ્યવસ્થા. મિશીગનવાસીઓ આનાથી વધુ સારી સ્થિતિને લાયક છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp