પીઠ પર મગર લઈને મસ્તીમાં ચાલતો બાળક જોવા મળ્યો, વીડિયો જોઈને રુંવાટા ઉભા થઇ જશે

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો આવતા રહે છે. જેમાં મોટા તો મોટા, બાળકો પણ જોખમ ખેડનારા ખેલાડી બનીને જોખમી પરાક્રમ કરતાં જોવા મળે છે. ક્યારેક આવા વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને તમે ભાવુક થઈ જાવ છો, તો ક્યારેક એવા વીડિયો સામે આવે છે, જેને જોઈને તમે હસવાનું રોકી શકતા નથી. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રુંવાટા ઉભા થઇ જશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયો એવા હોય છે કે, જેને જોઈને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો કે સામેની વ્યક્તિએ આ કેવી રીતે કર્યું. હા, આવો જ એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને લોકો વિવિધ પ્રકારના સવાલો પૂછતા જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક નાનો બાળક મગરને પીઠ પર લઈને જઈ રહ્યો છે. જ્યારે તે મગરને પીઠ પર લઈ જઈ રહ્યો હોય છે ત્યારે તેની આજુ બાજુમાં હાજર લોકો તેને જોઈને ચોંકી જાય છે, પરંતુ બાળક તેની મસ્તીમાં જ ખૂબ જ શાનદાર રીતે મગરને લઈ જઈ રહ્યો છે. વીડિયોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે બાળકની આંખોમાં બિલકુલ ડર નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે બાળક મગરને તેની પીઠ પર લઈ જઈ રહ્યો છે અને તેના આગળના બંને પગ પકડી રાખ્યા છે. તેની નીડર સ્ટાઈલ જોઈને એવું લાગે છે કે, જાણે બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે.

વાયરલ થઈ રહેલા વીડિયો પર કેટલાક લોકોએ કમેન્ટ કરી કે, આટલો નાનો બાળક બહાદુર કેવી રીતે હોઈ શકે, જ્યારે કેટલાક લોકોએ પૂછ્યું કે, શું તે ક્યાંક મરેલા મગરને લઈને જઈ રહ્યો છે. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, આવા બહાદુર બાળકોને સેનામાં મોકલવા જોઈએ, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, 'લોકો આવા વીડિયો જોઈને ડરી જાય છે, આ નાનું બાળક આવું ભયાનક કામ કેવી રીતે કરી શકે?'

વીડિયોને અત્યાર સુધીમાં 73 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે મજાકમાં કહ્યું કે, એવું લાગે છે કે મગર બહુ બોલવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને બાળક તેને બળજબરીથી ઘરે લઈ જઈ રહ્યો છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે @FunnyVideosID નામના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોને 8 લાખથી વધુ લોકોએ જોયો છે અને સેંકડો લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. સાથે જ આ વીડિયોને 14 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. જોકે, જાણકારી માટે તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર સામે આવેલો આ વીડિયો ઘણો જૂનો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.