
નવજાત બાળકોના રડવાને કારણે કે, સમયસર ઊંઘ ન આવવાને કારણે તેમના માતા-પિતાની ઊંઘ સામાન્ય રીતે અધૂરી રહી જાય છે. નવા માતા-પિતા માટે, ક્યારેક બાળકને શાંત કરવું એ એક મોટી સમસ્યા બની જાય છે. ક્યારેક લોકો તેને પારણામાં મૂકીને તો ક્યારેક લોરી ગાઈને બાળકને સુવડાવવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, બાળકને શાંત કરવા માટે એક માતાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી ટ્રિક જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેને અજમાવવા માંગે છે. ટિકટોક પર શેર કરાયેલા એક વીડિયોમાં 27 વર્ષની મેલિસા બકલી તેના બે મહિનાના બાળકને પકડી રાખેલી જોવા મળે છે. મેલિસાનો દીકરો જેક્સન રડે છે, જ્યારે તે એવું કંઈક કરે છે જે બાળક એકદમ શાંત થઇ જાય છે અને ઊંઘી પણ જાય છે.
મેલિસાનો આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખરેખર વીડિયોમાં જેક્સન રડી રહ્યો છે અને મેલિસા અચાનક કહે છે, 'એલેક્સા, ગેટ લો રમો...' લિલ જોનનું આ ગીત વગાડવાનું શરૂ થાય છે. જેક્સન માથું ઊંચું કરે છે અને રડવાનું બંધ કરે છે. આ પછી, મેલિસા જેક્સનને તેના ખોળામાં લઈને ધીમે ધીમે ડાન્સ કરવાનું શરૂ કરે છે. મેલિસાના આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'ગીતના અંત સુધીમાં જેક્સન ગાઢ નિંદ્રામાં પડી ગયો... હા હા હા.' આ વીડિયોને 1.3 કરોડ વખત જોવામાં આવ્યો છે અને લોકો બાળકને ઊંઘમાં મૂકવાની આ ટ્રિકની પ્રશંસા કરી રહ્યા છે.
મેલિસાએ કહ્યું કે, તે અને તેનો પતિ જેક હવે રડતા જેક્સનને શાંત કરવા માટે દિવસમાં ઓછામાં ઓછું એક કે બે વાર ગીત વગાડે છે. બાળકને શાંત કરવા માટેની વિડિયો યુક્તિએ આ અઠવાડિયે ઇન્ટરનેટ પર લોકો (નવા માતાપિતા) નું ઘણું ધ્યાન ખેંચ્યું છે.
મેલિસાએ જણાવ્યું કે, જેક્સન તેના ગર્ભમાં હતો ત્યારથી તે આ ગીત સાંભળી રહી છે. તે એક જાદુઈ યુક્તિ જેવું લાગે છે. તેણે કહ્યું, મેં મારી પ્રેગ્નન્સીમાં આ ગીત ઘણું સાંભળ્યું હતું અને જેક્સનના જન્મ પછી જ્યારે પણ તે ખૂબ રડવા લાગતો હતો ત્યારે મને સમજાતું નહોતું કે શું કરું, પછી મેં એક દિવસ આ ગીત વગાડ્યું અને જોયું કે જેક્સન તરત જ શાંત થઇ ગયો હતો. આ પછી, આ ગીત ઘરની દિનચર્યાનો એક ભાગ બની ગયું. આ વીડિયો સાથે જોડાયેલા આજના સમાચાર લિલ જોને પોતે ટ્વિટર પર રીટ્વીટ કર્યા છે.
મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, 'મેલિસા, આ વીડિયોને કોઈપણ કિંમતે સાચવો. જેક્સનના લગ્નમાં માતા અને પુત્ર આ વીડિયોને બેકગ્રાઉન્ડમાં પ્લે કરીને ડાન્સ કરે છે. તે અદ્ભુત હશે. અન્ય એક યૂઝરે લખ્યું, તમે ખૂબ સરસ કામ કર્યું છે, હવે અમે અમારા બાળકને આ રીતે સુવડાવવાનો પ્રયત્ન કરીશું. અન્ય યુઝરે કહ્યું, મારા બંને બાળકો TV શો લો એન્ડ ઓર્ડર SVUના થીમ સોંગ પર તરત જ સૂઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp