જેટલી વાર ખરીદાયુ, પાછું ફર્યુ હતું એ શાપિત પેઇન્ટિંગ વેચાયું, જાણો રહસ્ય

PC: sussexexpress.co.uk

આ ચિત્ર તમને સામાન્ય પેઇન્ટિંગ જેવુ જ લાગી શકે,પરંતુ આ પાછળનું રહસ્ય દર્શકો પહેલી નજરે ક્યારેય જાણી શકતા નથી. તે બે વખત વેચવામાં આવ્યું હતું, પરંતુ લોકો તેને વારંવાર પરત કરતા હતા. જે લોકો પેઇન્ટિંગ પરત કરતા હતા તેઓ તે તેની પાછળનું કારણ પણ જણાવતા હતા એટલે દુકાનદારે એ પેઇન્ટિંગ પાછું લેવું પડતુ હતું.

પરંતુ આ પેઇન્ચિંગ હવે આખરે 1600 પાઉન્ડ ભારતીય રૂપિયામાં તેની કિંમત 1.64 લાખ રૂપિયામાં વેચાઇ ગયું છે. આ એક નાનકડી બાળકીનું પેઇન્ટિંગ છે. જેને લોકો શાપિત પેઇન્ટિંગ માનતા હતા. એક ઓનલાઇન હરાજીમાં કોઇકે આ શાપિત પેઇન્ટિંગ ખરીદી લીધું છે.

બ્રિટનના ઈસ્ટ સસેક્સમાં એક ચેરિટી શોપની બહાર ચેતવણી સાથે પેઇન્ટિંગ મુકવામા ત્યારે આ પેઇન્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તેમાં લખ્યું હતું કે, 'તે પરત આવી ગઈ છે. બે વાર વેચાઈ અને બે વાર પાછી આવી. શું તમે તેને ખરીદવા માટે બહાદુર છો?'

 આ પેઇન્ટિંગને જે ચેરિટી શોપમાં રાખવામાં આવ્યું હતું તેનું નામ હેસ્ટિંગ્સ એડવાઈસ એન્ડ રિપ્રેઝન્ટેશન સેન્ટર (HARC) છે. આ પેઇન્ટિંગને છેલ્લે ઓગસ્ટ મહિનામાં ઝો ઇલિયટ બ્રાઉન નામની મહિલાએ ખરીદ્યું હતું. તેણીએ એક ટીવી ચેનલ પર આ વિશે વાત કરી અને કહ્યું કે પેઇન્ટિંગ ખરીદ્યા પછી, તેણીને લાગ્યું કે જાણે કોઈ 'બ્લેક ફિગર' તેની પાછળ આવી રહ્યું છે અને તેથી પરત કરી દીધું હતું.

એલિયોટ બ્રાઉન ફરી એક વખત તે શોપ પર એ જોવા ગઇ હતી કે ત્રીજી વખત કોઇએ પેઇન્ટિંગ ખરીદ્યું તો નથી ને. તેણીએ જોયું કે એ શાપિત પેઇન્ટિંગ ત્યાં જ હતું. તો એલિયોટ ફરી એ પેઇન્ટિંગને પોતાના ઘરે લઇ ગઇ અને ઓનલાઇન વેચવા મુકી દીધું હતું. એલિયોટે આ પેઇન્ટિંગને ઓનલાઇન 46,000 રૂપિયામાં વેચવા રાખ્યુ હતું, પરંતુ બોલી વધતી ગઇ અને આખરે 1.64 લાખ રૂપિયામાં પેઇન્ટિંગ વેચાઇ ગયું હતું. આ રકમમાંથી 50 ટકા રકમ એલિયોટ દુકાનદારને આપશે.

સૌથી પહેલા જ મહિલાએ આ પેઇન્ટિંગ ખરીદ્યું હતું તે એવું કહીને પેઇન્ટિંગ પાછું આપી ગઇ હતી કે ચિત્રનું ઓરા બરાબર નથી. પેઇન્ટિંગમાં જોવા મળી રહેલી બાળકીની આંખો એવી લાગે છે કે જે સતત તમને જોઇ રહી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp