એક મહિલા કર્મચારીએ કંપનીના 80 કરોડ રૂપિયા જુગારમાં ઉડાવ્યા

PC: aajtak.in

એક મહિલાએ 80 કરોડ રૂપિયાથી વધારેની રકમ પાર્ટી કરવામાં અને જુગાર રમવામાં ઉડાવી દીધી છે. આ કર્મચારી મહિલાનું પ્રોફેશન વકીલનું છે. દગાખોરીનો કેસ સામે આવ્યા પછી કંપનીએ ખુબ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. કંપનીએ મહિલા વિરૂદ્ધ કેસ કર્યો છે. મહિલાને પોતાની સફાઇ આપવા માટે કંપનીએ 20 દિવસનો સમય આપ્યો છે.

આ મહિલા વકીલ સારા જેકલિન કિંગ કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં રહે છે. તે બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં હાજર LDR ઇન્ટરનેશનલ લિમિટેડમાં કાર્યરત હતી. સારા પર આરોપ લાગ્યો છે કે, તેણે કંપનીના પૈસા પોતાના અંગત સ્વાર્થ માટે ઉડાવ્યા. સારા વિરૂદ્ધ 11મી ફેબ્રુઆરીના રોજ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર કોન્ટ્રાક્ટના ઉલ્લંઘન, દગાખોરી, ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

LDR ઇન્ટરનેશનલ લિમિટેડે દાવો કર્યો છે કે, સારા લાસ વેગાસ ગઇ હતી. ત્યાં એક આલીશાન ક્લબ રિસોર્ટમાં થોભી હતી. આ દરમિયાન તેમણે સતત જુગાર રમ્યો છે. તે સ્ટ્રિપ ક્લબમાં પણ ગઇ હતી. સારા જેકલિન કિંગ પર શંકાની શરૂઆત જાન્યુઆરીમાં થઇ. જ્યારે ખબર પડી કે, તેણે લોનને લઇને મોટી ગડબડ કરી છે. LDR ઇન્ટરનેશનલ લિમિટેડે કાઇન્ડ લેન્ડિગને 80 કરોડ રૂપિયાથી વધારેની રકમની કુલ 97 લોન આપી હતી. પણ, તપાસમાં સામે આવ્યું છે કે, જે લોન આપવામાં આવી છે, તેમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે, દરેક ગોટાળા પાછળ સારા જ છે. સારાએ ભારે રકમ ખર્ચ કરી નાખી છે.

એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, સારા જેકલિન કિંગનો પૂર્વ પતિ મોરોક્કો ચાલ્યો ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કેસમાં તે પણ કથિત રૂપે શામેલ છે. જોકે, આ કેસમાં તેનું નામ શામેલ કરવામાં નથી આવ્યું. સારા જેકલિન કિંગને 20 દિવસની અંદર અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાર બાદ જ તેના વિરૂદ્ધ કોર્ટમાં સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે. સુનાવણી બાદ જો ગુના સાબિત થશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને સજા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp