26th January selfie contest

એક વર્ષની બાળકીના મગજમાં વધી રહ્યું હતું ભ્રૂણ, ડૉક્ટર પણ આશ્ચર્યમાં

PC: aajtak.in

તમે બાળકને પેટની અંદર ગર્ભાશયમાં ઉછરતા અને વધતા જોયા જ હશે, પરંતુ શું માથામાં ગર્ભ વધી શકે છે? તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આવો જ એક ચોંકાવનારો કિસ્સો ચીનમાં સામે આવ્યો છે, જ્યાં એક માસૂમ બાળકીનો ટ્વિન્સ તેના માથામાં ઉછરી રહ્યો હતો.

મેડિકલ સાયન્સમાં અનેક વિચિત્ર કિસ્સાઓ સામે આવે છે. હાલમાં જ આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે, જે સમગ્ર મેડિકલ જગતને ચોંકાવી દેનારો છે. વાસ્તવમાં આ મામલો ચીનનો છે. અહીં ડોક્ટરોએ એક વર્ષની બાળકીના મગજમાંથી ભ્રૂણ બહાર કાઢ્યું છે. ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ બાળકીનો જન્મ એક વર્ષ પહેલા થયો હતો, જન્મથી જ બાળકીના માથાની સાઈઝ સતત વધવા લાગી હતી. આવી સ્થિતિમાં બાળકીના માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું. તપાસ બાદ ડોકટરોને જાણવા મળ્યું કે, બાળકીના મગજની અંદર ગર્ભ છે. ડૉક્ટરોએ જણાવ્યું કે, આ અજાત ભ્રૂણ બાળકના મગજમાં 4 ઈંચ જેટલો મોટો થઈ ગયો હતો અને તેની કમર, હાડકાં અને આંગળીના નખ પણ વિકસિત થઈ રહ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારથી જ આ અજાત ભ્રૂણનો વિકાસ બાળકના મગજની અંદર થઈ રહ્યો હતો.

બાળકીના મગજમાંથી કાઢવામાં આવેલા આ ગર્ભના જીનોમ સિક્વન્સિંગમાં જાણવા મળ્યું કે આ ગર્ભ આ બાળકીનો જોડિયા છે. મેડિકલ સાયન્સમાં આ સ્થિતિને ગર્ભમાં ગર્ભ કહેવાય છે. આ સ્થિતિમાં, માતાના ગર્ભાશયમાં ઉગતા બે ભ્રૂણમાંથી, એક ગર્ભ બીજા ગર્ભની અંદર વિકાસ કરવાનું શરૂ કરે છે. આવું ત્યારે થાય છે જ્યારે બે ભ્રૂણ યોગ્ય રીતે અલગ થતા નથી.

અત્યાર સુધીમાં, મેડિકલ હિસ્ટ્રીમાં ગર્ભમાં ભ્રૂણના લગભગ 200 કેસ નોંધાયા છે. તેમાંથી મગજની અંદર ગર્ભના વિકાસના માત્ર 18 કેસ નોંધાયા છે. ઘણા કિસ્સાઓમાં, ગર્ભમાં ગર્ભ પેટ, આંતરડા, મોં અને અંડકોશમાં પણ જોવા મળે છે.

આ સિવાય ડોક્ટરોએ એ પણ જણાવ્યું કે, છોકરીને હાઈડ્રોસેફલસ નામની સમસ્યા હતી. આ એવી સ્થિતિ છે, જેમાં મગજમાં પ્રવાહી એકઠું થવા લાગે છે. વધારે પાણી જમા થવાને કારણે તે મગજને અસર કરે છે અને તેને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે બાળકો અને વૃદ્ધોને આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp